ભાવનગર જિલ્લામાં ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ઝાપટાથી એક ઈંચ વરસાદ પડ્યો હતો.જેમાં જેસર માં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.તળાજામાં અર્ધો ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.ત્રણ તાલુકામાં ઝાપટા પડ્યા હતા.
આજે સવારે જેસરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું અને જોતજોતામાં ૨૨ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં .તળાજા શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જે ૧૫ મીમી નોંધાયો હતો એટલે કે અર્ધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પાલીતાણા અને ગારિયાધારમાં ઝાપટા પડ્યા હતા.જેથી પાંચ - પાંચ મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે મહુવામાં ઝાપટુ વરસ્યુ હતુ અને ૨ મીમી વરસાદ નોંધાયો હતો.
પવન અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં આજે સવારે ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે છાંટા વરસ્યા હતા.બાદમાં શહેરમાં સવારે મોડેથી વાદળો હટતા સૂર્યપ્રકાશ નીકળ્યો હતો. તળાજાના બોરડા- દાઠા પીથલપુર પંથકમા ભારે પવન સાથે નેવાધાર વરસાદ વરસ્યો હતો.
ગઈકાલે મંગળવારે સાંજે ભાવનગર શહેરમાં ક્યાંક છાંટા તો ક્યાંક ઝાપટા પડ્યા હતા.જ્યારે આજે બુધવારે સવારે ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં આજે સવારે ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે છાંટા વરસ્યા હતા.બાદમાં શહેરમાં સવારે મોડેથી વાદળો હટતા સૂર્યપ્રકાશ નીકળ્યો હતો.
તળાજા પંથકમાંઆજે સવારે ભારે ગરમી ઉકળાટ બાદ ભારે પવન ફુંકાવાની સાથે વિજળીના ચમકારા વાદળોના ગડગડાટ સાથે કમોસમી નેવાધાર વરસાદ ચાલુ થયો હતો. ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો હતો. જેમાં બોરડા પંથકમાં વાડી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. મકાન પર, ઢાળીયા પર ઢાંકેલા પ્લાસ્ટીક કાગળ, તાડપત્રી વગેરે ઉડયા હતા. તમામ શ્રમિકો ઘર તરફ પરત આવ્યા હતા.
બોરડા, પીથલપુર, ગોપનાથ, પ્રતાપરા સમઢયાળા, દાઠા,ગાધેસર,કુંડવી, જાગધાર, વાટલીયા, મહુવાના કુંભણ ગામના મુકેશ ભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ સવારથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો તેમજ પીથલપુરથી કમલેશભાઈ ઢાપાના જણાવ્યા મુજબ પીથલપુર ગોપનાથ પંથક તેમજ લોંગડી, લોયંગા સહિત પંથકમા પવન સાથે ઝરમર તો ક્યાંક નેવાધાર વરસાદ ચાલુ થયો હતો વાવાઝોડા જેવો માહોલ હોવાનુ ખેડૂતોએ જણાવેલ. પાક ઘાસચારામાં ભારે નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech