ડે. ચિફ ફાયર ઓફીસરનો વચેટીયો 30 હજારની લાંચ લેતા ઝડપાયો: ફાયર એનઓસી મંજુર કરાવી આપવા માટે લાંચ માંગી : એસીબી દ્વારા સધન તપાસ
જામનગર એસીબીની ટુકડીએ રાજકોટમાં વધુ એક સફળ ટ્રેપ કરીને વચેટીયાને ા. 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. રાજકોટ ફાયર વિભાગમાં એનઓસી એપ્રુવ કરનારા અધિકારીઓ સાથે સબંધ છે એવી વાતો કરીને ફરીયાદી પાસેથી લાંચની રકમ માંગી હતી આ અંગે એસીબી દ્વારા છટકુ ગોઠવીને વચેટીયાને દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર એસીબીની ટુકડીએ અગાઉ પણ રાજકોટમાં 3 સફળ ટ્રેપ કરી હતી ઉપરાંત એક ટ્રેપ દ્વારકા ખાતે કરી હતી અને ગઇકાલે વધુ એક છટકુ ગોઠવવામાં સફળતા મળી છે.
વિગત મુજબ આ કામના ફરિયાદીને પ્રોપર્ટી એક્સપો 2024 માટે ટેમ્પરરી ડોમનું નિમર્ણિ કરવાનું હોય જે માટે તેમને ફાયર એનઓસી મેળવવી જરૂરી હોય તે માટે આ કામના આક્ષેપીત કૌશિકે ફરિયાદીનો સંપર્ક કરી જણાવેલ કે પોતાની રાજકોટ ફાયર વિભાગમાં એનઓસી એપ્રુવ કરનારા અઘીકારીઓ સાથે સંબઘ છે અને ફરિયાદીને જો એનઓસી મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી ઉપરાંત 30,000 પોતાને ચુકવવા પડશે જેથી તે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગમા નાણાકીય વ્યવહાર કરી આ કામ કરાવી આપશે.
જે લાંચની રકમ આ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા આ કામે ફરિયાદી ની ફરિયાદ આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમ્યાન સરકારી કામ કરાવવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે 30,000ની ગેરકાયદેસર માંગણી કરેલ લાંચના નાણાં સ્વીકારી રાજકોટના નાણાવટી ચોક ચાની હોટલ પાસેથી પકડાઇ ગયો હતો.
આરોપી કૌશીક પીપરોતર (સેલ્સ એકસીક્યુટીવ, સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ - ખાનગી વ્યકતી) આક્ષેપિતને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવિઝન હેઠળ આ અંગેની કાર્યવાહી જામનગર એસીબીના પીઆઇ આર.એન. વિરાણી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ પણ જામનગર એસીબી દ્વારા સફળ છટકા ગોઠવવામાં આવ્યા હતા અને વધુ એક વચેટીયો લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ભ્રષ્ટબાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech