ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 27 મી ના રોજ અત્રે જામનગર હાઈવે રોડ પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પ અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ આંખની હોસ્પિટલના ડોક્ટરો અને ટેક્નીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ખાસ બસ મારફતે રાજકોટ લઈ જઈ અને ઓપરેશન સાથે નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.
આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓની સારવાર કરશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech