જીપીએસસીની ઓફિસને પહેલી જુલાઈએ વિપક્ષ તાળાં મારી દેશે

  • May 22, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયામાં અનામત કોટાના ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં અન્યાય કરવામાં આવતો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને પહેલી જુલાઈએ વિપક્ષ દ્વારા ગાંધીનગર સ્થિત જીપીએસસીબી કચેરીને તાળા મારવાનું એલાન આપવામાં આવ્યું છે.


મૌખિક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી, ઓબીસી વર્ગના ઉમેદવારોને અન્યાય થાય છે, જેના કારણે જીપીએસસી પરીક્ષામાંથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેમ વર્ષ ૨૦૨૪ કરતાં વર્ષ ૨૦૨૫માં ૭૭ ટકા ઉમેદવારો ઓછા નોંધાયા છે. આવા ગંભીર આક્ષેપો વિપક્ષ કોંગ્રેસે કર્યા છે.

આ સાથે જ ગુજરાત કોંગ્રેસે આ મામલે લડતનું એલાન આપ્યું છે, કે પહેલી જુલાઈએ ગાંધીનગર ખાતે જીપીએસસી કચેરીને તાળા મારવાના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.

જીપીએસસી ભરતીમાં અમુક ચોક્કસ વર્ગની તરફદારી કરી અન્ય ઉમેદવારોને અન્યાય કરાઈ રહ્યો છે. કોઈ પણ પરીક્ષામાં ઇન્ટરવ્યૂના માર્કસ ૧૦ ટકા કરતા વધારે ના હોવા જોઈએ, લેખિતના ટોપરને અન્યાય કરાઈ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. ઈન્ટરવ્યુમાં ઉમેદવારના બેકગ્રાઉન્ડને લગતા સવાલો કે જેથી તેની જાતિ છતી થાય કે તેવા પ્રશ્નો પૂછવા પર પાબંદી મૂકવી જોઈએ. દરેક ઇન્ટરવ્યૂ પેનલમાં ઓબીસીના એક, એસસી, એસટીના એક એક પ્રતિનિધિ હોય તેવી પણ માગણી કરાઈ છે. ઇન્ટરવ્યૂ પેનલમાં બેસનાર એક્સપર્ટ કોઈ સમાજની, સામાજિક સંસ્થા કે પ્રાઈવેટ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલ નથી તેવું કબૂલાતનામું ફરજિયાત લેવું જોઈએ.

ઈન્ટરવ્યુ પેનલમાં બેસનાર એક્સપર્ટ સામે કોઈ પણ પ્રકારની ગેરરીતિના આક્ષેપ લાગેલા ન હોવા જોઈએ, તેવી માગણી કરતો પત્ર મુખ્યમંત્રીને પણ પાઠવાયો છે.ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, પહેલી જુલાઈએ લડતના કાર્યક્રમો થશે, જેમાં ગુજરાતના શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application