દલિત સમાજ દ્વારા આવેદનઆપવામાં આવ્યું
રાજ્ય સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડો, બાબાસાહેબ આંબેડકર વિશે ગેર બંધારણીય ટિપ્પણી કરવા અંગે કાલાવડ મામલતદાર ને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
તાજેતરમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં ચાલુ સત્ર એ ગેર બંધારણીય શબ્દ ઉચ્ચારી આંબેડકર એક ફેશન થઈ ગઈ છે તેવી ટીપણી કરેલ હોય જે અતિ ગંભીર અને શરમજનક બાબત છે ડો બાબા સાહેબ આંબેડકર ફેશન નહીં પણ નેશન છે રાજ્યસભાની આજદિન સુધી કોઈ મંત્રી દ્વારા આવું અપમાન જનક વાણી વિલાસ કરેલ નથી પરંતુ ભારત સરકારના કાયદા મંત્રી દ્વારા આવું અપમાનજનક ભાષા સાથે શબ્દો ઉચ્ચારણ કરવું તે ગેર વ્યાજબી અને બંધારણીય ન હોય ઘડવૈયા નું અપમાન થાય તે રીતનું છે અને આવી માંગ સાથે કાલાવડ અનુસૂચિત જાતિ ના સમાજ દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે અને ડો, આંબેડકરની પ્રતિમા ને ફુલહાર કરી જે અપમાન કરેલ છે તે બદલ કાલાવડ મામલતદારને આવેદન પત્ર આપી રજુવાત કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આંબેડકર સાહેબની જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે કાલાવડ ના અનું સૂચિત જાતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech