રાજકોટમાં પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો હોય મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં શહેરની આઇસ ફેક્ટરીઓ તેમજ શહેરમાં પાણીના જગનું વિતરણ કરતા વિતરકો પાસેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન કુલ ૪૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૨ સેમ્પલમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધુ જોવા મળતા જે સેમ્પલમાં બેક્ટેરિયા વધુ જોવા મળ્યા હતા તે તમામ ૪૨ને તાત્કાલિક અસરથી વિતરણ બંધ કરવા હુકમ કર્યો હોવાનું મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું.
વધુમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, કુલ ૪૯ પૈકી જે સેમ્પલના રીઝલ્ટ અનસેટીસફેક્ટરી આવેલ તેમાં (૧) દ્વારકેશ ડ્રીન્કીંગ વોટર (૨) વિરાજ ડ્રીન્કીંગ વોટર, (૩) ક્રીશ ડ્રીન્કીંગ વોટર (૪) દેવરાજ ડ્રીન્કીંગ વોટર (૫) ઓમ ચીલ્ડ વોટર (૬) જે.ડી. વોટર સપ્લાયર (૭) શિવ ડ્રીન્કીંગ વોટર (૮) સુરેશ છાપરા (પટેલનગર-૨) (૯) દિપક ભુવા (નવદુર્ગા ૩૦ ફુટ રોડ) (૧૦) મોહસીન અસરફ લિંગડીયા (મહેશ્વરી-૩) (૧૧) ફારૂક હુસેન આંબલીયા (અંકુર સોસાયટી મેઈન રોડ) (૧૨) સોહિલ સબીર પરમાર (જંગલેશ્વર મેઈન રોડ) (૧૩) યાસીન હસન નોતિયાર (જંગલેશ્વર-૨) (૧૪) અસલમ સતાર ઓડિયા (સિયાણીનગર મેઈન રોડ) (૧૫) જય શ્રી ચામુંડા (૧૬) માધવ વોટર (૧૭) કમલેશભાઈ (વૈશાલીનગર) (૧૮) ભાગ્યોદય ફુડ એન્ડ બેવરેજીસ, (૧૯) ગુજરાત વોટર, લોધેશ્વર આઈસ ડેપો (૨૦) સંજયભાઈ જીવણભાઈ કોરાટ (૨૧) મોમાઈ મીનરલ વોટર (૨૨) એક્વાફ્રેશ (૨૩) પ્યોર ડ્રીન્કીંગ વોટર (૨૪) દ્વારકાધીશ વોટર સપ્લાય (૨૫) જીવનદીપ એન્ટરપ્રાઈઝ (૨૬) મેહતા ડ્રીન્કીંગ વોટર (૨૭) ક્રિષ્ના વોટર (૨૮) પ્રકાશ ડાંગર (કોઠારીયા કોલોની) (૨૯) ગંગોત્રી મિનરલ વોટર (૩૦) શક્તિ મિનરલ વોટર (૩૧) રાજ મિનરલ વોટર (૩૨) બંસી વોટર સપ્લાય (૩૩) આદિત્ય મિનરલ વોટર (૩૪) રાજ ડ્રીંક વોટર (૩૫) બેસ્ટ વોટર (૩૬) રામ આર.ઓ. વોટર સપ્લાય (૩૭) બંસી આર.ઓ. વોટર સપ્લાય (૩૮) ઝરણા વોટર સપ્લાય તેમજ જે સેમ્પલના રીઝલ્ટ ઈન્ટરમીડીએટ આવેલ તેમાં (૧) જીજલ સેલ્સ (૨) દિલીપસિંહ જાડેજા (સોરઠીયાવાડી-૭) (૩) દિલીપ વાળી (પટેલનગર-૩), (૪) શીતલ મિનરલ વોટર અને (૫) દેવ વોટર સપ્લાયનો સમાવેશ થાય છે. ઉપરોક્ત મુજબ ઇન્ટરમીડીએટ તેમજ અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ મતલબ કે જેમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું તેવા તમામ પાણી-બરફના ૪૩ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ મ્યુનિ.આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ કલેક્શનની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech