જામનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ સ્પેશિયલ આસ્થા ટ્રેન મારફત અયોધ્યા શ્રી રામ લલ્લાના દર્શને રવાના થયા છે. રવિવારે રાત્રે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણ્યભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રચાર પ્રસાર જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, દુર્ગા વાહિનીના સંયોજીકા કૃપાબેન લાલ સહિતના અગ્રણી કાર્યકર્તાઓ પરિવાર સાથે રવાના થયા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી અને સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણીઓએ રેલ્વે સ્ટેશન ઉપર શુભેચ્છા પાઠવી હતી. સોમવારે બપોરે જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ ઉપરાંત એબીવિપી સહિતની સંસ્થાઓના અગ્રણીઓ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચંગા પાટીયા પાસે કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ પકડાયો
May 05, 2025 11:16 AMજામનગર પોલીસ વિભાગ દ્વારા ICAI ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો
May 05, 2025 11:14 AMકલ્યાણચોક નજીક દારુની બે બોટલ સાથે એકની અટક
May 05, 2025 11:13 AMચીનની ફેક્ટરીમાં અચાનક રોબોટ હિંસકબન્યો, હુમલો કરતા બે કર્મચારી ઘાયલ
May 05, 2025 11:10 AMનંદનવન સોસાયટીમાં રેઢી પડેલી કારમાંથી દારૂની ૧૪૯ બોટલ કબ્જે
May 05, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech