ભારત અને બલુચિસ્તાન વચ્ચે ફસાયું પાકિસ્તાન! કરાચી બંદર પર વિસ્ફોટ, ક્વેટામાં પાકિસ્તાની આર્મી કેમ્પ પર હુમલા, પાકનું વધુ એક જૂઠાણું!

  • May 09, 2025 12:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓ થયા છે. પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર થયા અને ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા.​​​​​​​


કરાચી બંદર પર અનેક વિસ્ફોટો

ભારતની જવાબી કાર્યવાહી બાદ, કરાચી બંદર પર 8 થી 12 વિસ્ફોટ થયા, ત્યારબાદ ત્યાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું અને મોબાઇલ સિગ્નલ પણ ખોરવાઈ ગયું.


પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું, હુમલો કરીને બદલો લીધો

પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણું દુનિયા સમક્ષ આવ્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતના વિવિધ શહેરોમાં લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો અને હવે વિદેશ મંત્રાલયે તેનાથી પીછેહઠ કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પઠાણકોટ, જેસલમેર અને શ્રીનગર પર હુમલો કરવાનો ઇનકાર કર્યો છે.


શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રે આ અંગે સૂચનાઓ જારી કરી છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભારતે 8 હજારથી વધુ X એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો

ભારત વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવતા ટ્વિટર (X) એકાઉન્ટ્સ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારે આઠ હજારથી વધુ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.


દેશના 27 એરપોર્ટ બંધ

પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસોને ધ્યાનમાં રાખીને ભારતના 27 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા અને કુલ્લુનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application