ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનના શેરબજારમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનનું બેન્ચમાર્ક કરાચી સ્ટોક એક્સચેન્જ ક્રેશ થયું છે. ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને ૯૦થી વધુ આતંકીઓને ઠાર કરાયા છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનનો કેએસઈ-૧૦૦ ઇન્ડેક્સ લગભગ ૫ ટકા ઘટ્યો છે. કરાચી સ્ટોક એક્સચેન્જ-100 ઇન્ડેક્સ 4.62 ટકા અથવા 6,272 પોઈન્ટ ઘટીને 1,07,296 પર બંધ રહ્યો. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ થી આ ઇન્ડેક્સ ૯,૯૩૦ પોઈન્ટ ઘટ્યો છે.
બીજી તરફ, ભારતીય શેરબજારમાં કોઈ અસર જોવા મળી નથી છે. બીએસઈ સેન્સેક્સ ૦.૧૩ ટકા અથવા ૧૦૫ પોઈન્ટના વધારા સાથે ૮૦,૭૪૬ પર ટ્રેડ થતો જોવા મળ્યો. જયારે એનએસઈ નિફ્ટી 0.19 ટકા અથવા 46.30 પોઈન્ટના વધારા સાથે 24,425 પર ટ્રેડ થતો જોવા મળ્યો. ભારતના હવાઈ હુમલાથી રોકાણકારો ખુશ દેખાય છે અને બજાર પર કોઈ અસર થઈ નથી.
આજે સંરક્ષણ અને ઓટો શેરોમાં તેજી જોવા મળી રહી છે. માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ 2.20%, કોચીન શિપયાર્ડ 1.66%, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 1.15%, ભારત ડાયનેમિક્સ 0.50% અને ભારત ઇલેક્ટ્રોનિક્સ 0.69% વધ્યા હતા. બીજી તરફ, ટાટા મોટર્સના શેરમાં 4%નો વધારો થયો છે.
ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી ચાલુ છે. ગઈકાલે એટલે કે 6 મેના રોજ, વિદેશી રોકાણકારોએ 3,794.52 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન - રૂ. ૧,૩૯૭.૬૮ કરોડના શેર વેચ્યા હતા. ગઈકાલે સેન્સેક્સ ૧૫૬ પોઈન્ટ ઘટીને ૮૦,૬૪૧ પર બંધ થયો. નિફ્ટી પણ ૮૨ પોઈન્ટ ઘટીને ૨૪,૩૮૦ પર બંધ થયો હતો.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ શેર ઘટીને બંધ થયા હતા. ઝોમેટોના શેર ૩.૦૮%, ટાટા મોટર્સ ૨.૦૯%, એસબીઆઈ ૨.૦૧%, અદાણી પોર્ટ્સ અને એનટીપીસી ૧.૯૬% ઘટીને બંધ થયા હતા. જયારે મહિન્દ્રા, એરટેલ, નેસ્લે ઇન્ડિયા, એચયુએલ અને ટાટા સ્ટીલના શેર 2% વધ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech