હંગામી એસટી બસ ડેપો પરથી એક મુસાફરનો મોબાઇલ ફોન ચોરાયો

  • May 24, 2025 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ નજીક રહેતા શૈલેષસિંહ બહાદુરસિંહ વાળા નામનો ૪૫ વર્ષનો યુવાન ગઈકાલે જામનગરના સાત રસ્તા નજીક પ્રદર્શન મેદાનમાં તૈયાર કરેલા હંગામી નવા એસ.ટી. બસ સ્ટેન્ડ ના પ્લેટફોર્મ નંબર બે ઉપર બસની રાહ જોઈને ઊભો હતો. જે દરમિયાન ગિર્દીનો લાભ લઈને કોઈ તસ્કરો તેમના ખીસ્સામાંથી રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે શૈલેષસિંહ વાળાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ. કે. જાદવે સીસીટીવી કેમેરા ની મદદથી તસ્કરને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application