જામનગર : આરએસએસ દ્વારા પથસંચલન: સંગઠન મજબુત બનાવવા કરાઇ અપીલ

  • October 03, 2025 05:18 PM 

રાષ્ટ્રીય સેવક સંઘ જામનગર દ્વારા દશેરાના પર્વ નિમિતે ૧૧ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, પંચવટી કોલેજ ખાતે એક મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દશેરાનું મહત્વ, સિંદુર વિશે શિખ અને સભ્યોને એક થઇ સંગઠન મજબુત બનાવવા હાકલ કરવામાં આવી હતી, અને જણાવાયુ હતું કે આરએસએસમાં જાતીના આધારે કોઇ ભેદભાવ નથી.


 આપણે હંમેશા સામાજીક એકતાના હિમાયતી રહયા છીએ, સંઘનો સતાબ્દી મહોત્સવ ચાલી રહયો છે ત્યારે આગામી દિવસોમાં પણ પંચમુખી કાર્યક્રમ કરવા કાર્યકરોને અપીલ કરી હતી, પાકિસ્તાને કરેલા હુમલા બાદ આતંકવાદીઓએ હિન્દુઓને ધર્મ પુછયા પછી હત્યા કરી હતી તેની ટીકા કરી હતી અને આ ઘટનાએ આપણને મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ પાડવાનું પણ શિખ્વયુ હતું,

​​​​​​​

આપણે દરેક પ્રત્યે મૈત્રીપુર્ણ લાગણી રાખીએ છીએ અને આગામી દિવસોમાં પણ રાખીશું તેમ વકતાઓએ જણાવ્યુ હતું, પ્રાંતના સહ સેવા પ્રમુખ ઉપરાંત વિક્રમસિંહ તેમજ દિનેશભાઇ જેવા સંઘના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, પુર્વ મેયર દિનેશભાઇ પટેલ, નેતા આશિષ કંટારીયા, વૃજલાલભાઇ પાઠક, વિજયસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) સહિતના અગ્રણીઓ પણ હાજર રહયા હતા.


પંચવટી કોલેજથી શિસ્તબઘ્ધ કતારમાં કાર્યકરોએ પથ સંચલન કર્યુ હતું, પંચવટી કોલેજથી ગીતા મંદિર, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક થઇને બેન્ડના સથવારે કાર્યકરો પંચવટી પહોચ્યા હતા, અલગ અલગ ૧૧ સ્થળોએ આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application