જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં વીજ ચોરી પકડવા ચેકીંગ

  • February 23, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં વિજલોસ આવતો હોવાથી હવે આખરે પોલીસે સાથે રાખીને આવા તત્વો સામે દંડો ઉગામવાનું શરૂ કર્યું છે. કેટલાક સ્થળોએ તો ખુલ્લેઆમ વિજચોરી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ને ત્યાં ગઈકાલે પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન પાવરચોરી ના ૮ કેસો મળી આવ્યા હતા અને કુલ રૂ. ૭.૭૬ લાખનો દંડનો કરવામાં આવ્યો છે.



જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની  સુચના થી જામનગર શહેર ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી  પ એ  પ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ..એન.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એન.ચૌધરી તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ, એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડના  સ્ટાફ સાથે વીજ કંપનીના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા  એચ.એમ.વડગામા તથા પીજીવીસીએલ  ની ટીમો સાથે પટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં અસામાજીક ઇસમોની ગેરકાયદેસર પ્રવૃતિ નિયંત્રણમાં રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે  સીટી એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાસ  કોમ્બીંગ ઓપરેશન દરમ્યાન વીજ ચોરી કરતા હોવાનુ જણાયું હતું.



જેમાં રેહાન ઇકબાલ બેલીમ  (રહે.પટણીવાડ)  ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી રૂ.૨૦૬૩૧૩ નો દંડ,  જુનેદ અબ્દુલ રજાકભાઇ પટણી (રહે. પટણીવાડ ) ના મકાન માં પણ એકસ્ટ્રા વાયરથી વીજચોરી થતી હોવાનું જોવા મળતા  રૂ.૨૪૯૪૪૦, હનીફભાઇ ઉમરભાઇ પંજા  (રહે. પટણીવાડ) ના મકાન માં  ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ રૂ.૨૫૨૩નો દંડ, શહેનાઝ ફારૂકહુશેન શેખ (રહે.પટણીવાડ) ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી  રૂ.૧૦૩૧૬૮,  અખતર હસનભાઇ કોઠારી (રહે. પટણીવાડ) ના મકાનમાં ડાયરેકટ લંગર વાયરથી વીજચોરી પકડાયેલ જેથી  રૂ.૯૦૧૨૩ નો દંડ, અબ્દુલ ગની ઉમરભાઇ બસર (રહે. મચ્છીપીઠ વાધેરવાડો)ના મકાનમાં વીજચોરી પકડાયેલ તેથી રૂ.૨૦,૦૦૦ નો દંડ, નુરમામદ હાસમભાઇ ખફી (રહે. કિશાન ચોક), એકસ્ટ્રા વાયરથી વીજચોરી થતી હોવાનું જોવા મળતા રૂ.૧,૦૦,૦૦૦ નો દંડ અને  હુસેન ઓસમાણ મુરીમા (રહે.  ટીટોડી વાડી)ના મકાનમાં ડાયરેકટ લંગર વાયરથી વીજચોરી થતી હોવાનું જણાતા રૂ.૫૦૩૪ નો દંડ કરવામાં આવ્યો હતો.



આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંકે ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ડાયરેકટ લંગરથી વિજચોરી કરતા-૪ કેસો તથા મીટર હોવા છતા પાવરચોરી કરતા-૪ કેસો કરી તથા દંડ રૂ. ૭,૭૬,૬૦૩ અને વિજ જોડાણ કાપી  નાખવામા આવ્યા છે. તેમજ અગાઉ ગુનાહિત પ્રવુતિ ધરાવતા તેમજ વીજચોરી કરતા પકડાયેલ ૧૦ થી વધુ ઇસમોને ત્યા પણ વીજચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ હતી.

​​​​​​​


તેમજ ગઈકાલ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રાત્રીના પાંચહાટડી સૈફી હોસ્પીટલ પાસેના બનાવમા  ફરીયાદી ઓસમાણ મુસાભાઇ ખફીને માર મારવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ, રેહાન ઇકબાલ બેલીમ,સદામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ બેલીમ શાહનવાઝ ખીલજી,શાકીર ખીલજી, મહમદ પંજા, અલસમ કાદર શેખ, સદામ હનીફ પંજાને પકડી પાડવા ખાસ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application