દર મહિને મીનીમમ મળતાં રૂા. 1000 ને બદલે રૂા. 7500 કરવા માંગણી
ઈ.પી.એફ. પેન્શન -૧૯૯૫ વોજના અંતર્ગત પેન્શન મેળવતા પેન્શનરોને હાલ મીનીમમ રૂ. ૧૦00/- મર્યાદામાં પેન્શન ચુકવવામાં આવે છે. જે પેન્શન વધારો કરવા માટે નામદાર કેરેલા હાઈકોર્ટ ધ્વાશ રૂા.૭૫૦૦/- તેની ઉપર મેડીકલ અને મોંધવારી સહિતનું મીનીમમ પેન્શન આપવું. પરંતુ ભારત સરકાર ધ્વારા આ બાબતનું મંજુર રાખેલ નથી, જેથી નેશનલ એજીટેશન કમિટિ ધ્વારા સમગ્ર ભારતમાં માન. કર્નલ અશોક રાઉટજી ધ્વારા આદોલન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજ રોજ તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભારતની તમામ ઈ.પી.એફ. ઓફિસ ખાતે આવેદન પત્ર આપવાનું નકકી કરેલ. તેના ભાગરૂપે જામનગરમાં પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
ઈ.પી.એફ. પેન્શન-૧૯૯૫ માં મળતા પેન્શનમાં વધારો મેળવવા અંગે આવેદન પત્ર આસી. પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરશ્રી, જામનગર મારફત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા અધ્યક્ષ કેન્દ્રીય ન્યાસી બોર્ડ (ઈપીએફઓ) ડો. મનશુખ માંડવીયાજીને આપવાનો આજ રોજ કાર્યક્રમ રાખેલ જેમાં મજુર મહાજન સંઘ,જામનગરના જનરલ સેક્રેટરીશ્રી, પંકજભાઈ જોશી તેમજ અશોકભાઈ મહેતા, દિપકભાઈ ત્રિવેદી તથા અન્ય જી.ઈ.બી. નિવૃત કર્મચારી મંડળ, શ્રી નરશીભાઈ દાઉદીયા તથા અન્ય એસ.ટી. નિવૃત કર્મચારી મંડળ, વિજયસિંહ જાડેજા, તથા અન્ય દિગ્વીજય સીમેન્ટ કંપની, તેમજ જુદી-જુદી કો.ઓપ. બેંક, ડેરી ઉદ્યોગ, બોમ્બે ડાઈન મીલ, દિન્જામ લી., એફ.સી.આઈ.મીઠા ઉદ્યોગના નિવૃત કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.
આ આવેદન પત્ર સ્વીકારતા આસી. પ્રોવીડન્ટ ફંડ કમિશ્નર અંશલકુમારજી ધ્વારા આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત મોકલવા ખાત્રી ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech