ગઇકાલે જામનગરમાં બપોરે અસહ્ય બફારો હતો પરંતુ કલેકટર કચેરી દ્વારા તાપમાન દર્શાવ્યુ તેનાથી લોકો નારાજ: ચોમાસુ અરબી સમુદ્રમાં આગળ વધ્યુ પરંતુ ત્રણ દિવસ હિટવેવની આગાહી
અરબી સમુદ્રમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. રાજકોટ સહિતના કેટલાક ગામોમાં એકથી બે ઇંચ વરસાદ પણ પડયો છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી લૂ વરસી રહી છે. ગઇકાલે અસહ્ય ગરમી હતી પરંતુ કલેકટર કચેરીના કંટ્રોલમના જણાવ્યા મુજબ ૩૬.૬ ડીગ્રી તાપમાન દર્શાવાયુ હતું. તેથી લોકોમાં પણ આશ્ર્ચર્ય થયુ હતું. ગુજરાત ઉપર સાયકલોન સરકયુલેશન વધી રહ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં હિટવેવ થશે અને તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જે રીતે કંટ્રોલ મ તરફથી તાપમાન બતાવવામાં આવે છે એમાં અવારનવાર કંઇક ભૂલ હોય તેવુ લોકોનું કહેવું છે. કંટ્રોલમ તરફથી સચોટ તાપમાન બતાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.
કલેકટર કચેરીના કંટ્રોલમના જણાવ્યા મુજબ ગઇકાલે મહતમ તાપમાન ૩૬.૬ ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન ૨૬.૭ ડીગ્રી, હવામાં ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી છે. માવઠા બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમીમાં ચોક્કસ પણે વધારો જોવા મળ્યો છે. જો કે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ હિટવેવ રહેશે તેવી આગાહી કરી દીધી છે. આજે જામનગરનું સવારથી વાતાવરણ ગરમીવાળુ રહ્યું હતું.
જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ભાટીયા, રાવલ, જામજોધપુર, કલ્યાણપુર સહિતના ગામોમાં પણ સવારથી જ અસહ્ય ગરમી શ થઇ છે. તે બપોરે વધુ ગરમી રહેશે તેમ મનાય છે. આ ઉપરાંત ચોમાસુ જે રીતે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે તે જોતા ચોમાસુ આ વખતે વહેલુ આવશે જે નકક્ી છે. ઉપરાંત સાયકલોન સરકયુલેશન વઘ્યુ હોવાથી ગરમીમાં પણ વધારો થશે તેમ જાણવા મળે છે.
આ વખતે ગરમી પણ વધુ પડી છે અને ચોમાસુ થોડુ વહેલુ શ થશે ત્યારે આ વખતે વરસાદ પણ સારો છે તેવું હવામાન ખાતુ કહે છે જો કે માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં પાકને અસર થઇ હતી અને ખેડુતોને નુકશાન પણ થયું છે ત્યારે આજે જામનગર સહિત જિલ્લાનાં કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી જોવા મળી છે.