મહુવાના સેંદરડા ગામે મંદિરમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો ગોળીબાર

  • June 05, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા  તાલુકાના સેદરડા ગામે  આવેલ રાજ ચામુંડા માતાના મંદિરના દરવાજા પર સાત વખત ગોળીબાર કરાયાની  ઘટનાના પગલે મહુવા એએસપી સહિતનો પોલીસ કાફલો  ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હયી. દરમ્યાન એક અજાણ્યો શખ્સ  મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો જણાતા  સીસીટીવી ફોજ ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.  મહુવા  તાલુકાના સેદરડા ગામે આવેલ અને સેદરડા મોણપર ચોવીસી મંદિર  રાજ ચામુંલ માતાજીના મંદિરે  એક  અજાણ્યો શખ્સ સ્કૂટર લઈને ચોરી કરવા આવેલ મંદિરની શોર તેમજ પાળી તોડીને મંદિરમાં પ્રવેશ કયો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતા મંદિરના દરવાજાના   તાળા પર આડેધડ ગોળીબાર  કરી તાળું તોડવાનું પ્રયાસ કર્યો હતો. મંદિરના નીચેના ભારે સૂતેલા લોકો ને અવાજ આવતા લોકોએ પોતાની પાસે રહેલ બેટરી ની વાઈટ કરતા શખ્સ  છૂટયાં હતો.  આ ઘટનામાં મંદિર તેમજ દાનપેટી માંથી કોઈપણ પ્રકારની ચોરી ન થયાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ  માતાજીની તેમજ કૃષ્ણની  મૂર્તિની ચોરી  કરવાના ઇરાદે આવ્યો હોય શકે.  ગોળીબારની   ઘટનાને લઈને સેદરડા ગામમાં ભારે ભય નો માહોલ ફેલાયો  હતો. 
ઘટનાની જાણ થતા  પોલીસ મહુવા એએસ પી, મહુવા  તેમજ મોટા ખુટવડા   ઉપરાંત  ભાવનગરએલસબી  સહિતમાં કાફલો દોડી ગયો હતો. અને અલગ અલગ ત્રણ ટીમ બનાવી મંદિર અને આજુબાજુમાં રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલાસીસીકટીવી  ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application