અંતરિક્ષમાં પેટ્રોલ પંપ: નવે.માં લોન્ચ થશે સેટેલાઇટ ડોકિંગ અને રિફ્યુઅલિંગ મિશન

  • October 16, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંતરિક્ષમાં પરિભ્રમણ કરી રહેલા મોંઘા ઉપગ્રહો (સેટેલાઇટ) જ્યારે બળતણ (ઈંધણ) પૂરું થઈ જવાના કારણે નકામા થઈ જાય છે, ત્યારે તેમને રિટાયર કરવા પડે છે. આ કારણે તેઓ માત્ર અંતરિક્ષનો કચરો બનીને રહી જાય છે. આ ગંભીર સમસ્યાનો કાયમી અને ટેકનોલોજીકલ ઉકેલ શોધવા માટે એક ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ 'ઓર્બિટઆઈડ એરોસ્પેસ' આગામી નવેમ્બર મહિનામાં એક ખાસ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન ભારતીય એરોસ્પેસ ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.આ મિશન અંતર્ગત એસએસએલવી રોકેટની મદદથી લગભગ ૩૦ કિલો વજન ધરાવતો સેટેલાઇટ 'આયુસેટ-વનએ' અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન દ્વારા સ્પેસમાં સેટેલાઇટમાં પાવર અને ડેટા ટ્રાન્સફર કરવાની સાથે-સાથે અંતરિક્ષમાં જ ઈન્સ્પેક્શન ક્ષમતાનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવશે. શ્રીહરિકોટાથી નવેમ્બરના મધ્યમાં લોન્ચ થનારા આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં સેટેલાઇટ્સ વચ્ચે ડોકિંગ અને ઈંધણ ભરવાની નવીન તકનીકોને પરખવાનો છે.કંપનીનો મુખ્ય હેતુ અંતરિક્ષમાં એક એવું 'ફ્યુઅલ સ્ટેશન' (અંતરિક્ષનો પેટ્રોલ પંપ) અથવા સર્વિસિંગ વાહન તૈયાર કરવાનો છે, જે ભવિષ્યમાં જરૂર પડ્યે અન્ય ઉપગ્રહોની નજીક જઈને તેમને નવું ઈંધણ પૂરૂં પાડી શકે. આ મિશનમાં બે સેટેલાઇટ બસ, બે ઈંધણ ટેન્ક અને સ્પેસમાં ડોકિંગ તેમજ રિફ્યુઅલિંગ માટે જરૂરી ખાસ ઈન્ટરફેસ ટેકનોલોજી સાથે લઈ જવામાં આવશે.જો આ પરીક્ષણ સફળ રહેશે તો અંતરિક્ષમાં અબજો રૂપિયાના ખર્ચે મોકલાયેલા સેટેલાઇટ્સનું આયુષ્ય ઘણું વધી જશે અને અંતરિક્ષમાં વધતા જતા કચરાની સમસ્યા પર પણ મોટા પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકાશે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપની આ સિદ્ધિ ભારતને વૈશ્વિક સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવું સ્થાન અંકિત કરવામાં મદદરૂપ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application