જામનગર : ગોપમાં ઘરફોડ ચોરીમાં ગયેલ મુદા- માલ ફરીયાદીને પરત કરતી પોલીસ

  • December 05, 2025 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ મિલ્કત સબંધી ચોરીના ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી સુચના કરેલ હોય તેમજ લાલપુર મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં બનતા મિલકત સબંધી ચોરી/લુંટ જેવા બનાવોમાં ફરીયાદીને ન્યાય મળી રહે તે હેતુથી તપાસ કાર્યવાહી કરવા અવાર નવાર સુચનાઓ કરેલ હોય.


જે અંતર્ગત જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના કામે ફરીયાદી ધનીબેન પરબતભાઇ ગમારા (ઉ.વ.૩૦) રહે ગોપ ગામ, વાડી વિસ્તાર ગોપનાથ મહાદેવ મંદીર જવાના રસ્તે જામજોધપુરવાળાના ઘરમાંથી સોનાના દાગીના જેનુ વજન આશરે ૫૧ ગ્રામ કિ. ૩.૫૭ લાખની ફરીયાદ આપેલ અને ગુનો જાહેર થયેલ જામજોધપુર પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો શોધી કાઢી ફરીયાદીને ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.  


જામજોધપુરના પીઆઇ એ.એસ. રબારી તથા પીએસઆઇ એચ.બી. વડાવીયા તથા સ્ટાફ દ્વારા ગણતરીના દિવસોમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરીયાદીને તેનો ચોરીમાં ગયેલ મુદામાલ સોનાના દાગીના ૫૧ ગ્રામ કિ. ૩.૫૭ લાખ જે તે સ્થીતમાં જામજોધપુર પોલીસે પરત આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News