લૉ એન્ડ ઑર્ડર જાળવણીમાં સહાયક જનજાગૃતિ માટે કરાઈ અપીલ
ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈએ ગઈકાલે પત્રકારો સાથે બેઠક રાખી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી પ્રજાના પ્રશ્નોને હલ કરવામાં પત્રકારોને પણ મદદરૃપ થવા જણાવ્યું હતું.
ખંભાળિયા ૫ોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે મુકવામાં આવેલા શક્તિસિંહ વાય. ઝાલાએ ગઈકાલે પત્રકારો સાથે બેઠક યોજી ખંભાળિયા શહેરની કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી અને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં પત્રકારોને પણ મદદરૃપ થવા હાકલ કરી હતી.
તેમની સાથે બેઠકમાં હાજર ખંભાળિયાના પત્રકાર હાર્દિક મોટાણી, હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલ સવજાણી, પરબત ગઢવી, વિનાયક ભટ્ટ, રાજેશ રાજ્યગુરૃ, કરણ જોષી, મુકેશ મોકરીયા, જય ગોસ્વામી, લખન આહિર, ગોવિંદભાઈ, નિલેશ ગઢવી, રાયચુરાભાઈ, ગજણભાઈએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech