જામનગર : હાપા યાર્ડમાં જીરૂના ભાવ ૩૭રપ બોલાયા, આવકમાં મગફળી ટોપ પર

  • November 04, 2025 11:11 AM 


જામનગરના હાપા માર્કેટ યાર્ડ માં મગફળીના જથ્થો લઈને બહોળી સંખ્યા માં ખેડૂતો વેંચાણ માટે આવી રહ્યા છે. ગઈકાલે વિશાળ સંખ્યામાં વાહનો આવ્યા હોવાથી લાંબી કતારો જોવા મળી હતી. જેમાં પ્રથમ દિવસે સોમવારે ૮૯ ખેડૂતોને ટોકનો આપીને તેઓની મગફળી ઉતારવામાં આવી હતી, જ્યારે મંગળવાર માટે વધુ ૫૦ ખેડૂતોને ટોકાનો અપાયા છે.


હાપા માર્કેટીંગ યાર્ડમાં દર વર્ષે લાભપાંચમ બાદ જણસની આવકમાં વધારો જોવા મળતો હોય છે પરંતુ માવઠાએ સાંરાષ્ટ્રના ખેડુતોની કમર તોડી નાખી છે જેને કારણે દર વર્ષે દિવાળીના તહેવારો બાદ આવકમાં સટાસટી બોલતી હોય છે માવઠાના કારણે આવકમાં થોડીક બ્રેક લાગી ગઇ છે છતાં દર વર્ષની જેમ મગફળીની આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે સોમવારે ઉઘડતી બજાર સાથે ૧૩૭૨૫ મણ જેવી મગફળીની ધીંગી આવક થવા પામી છે. ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો ગત સપ્તાહએ જીરૂ ટોપ પર રહ્યુ હતુ આજે પણ જીરૂના ભાવ મણના ૨૦૦૦ થી ૩૭૨૫ બોલાયા હતા કુલ જણસ ૨૩ યાર્ડમાં વેંચાણ અર્થે આવી હતી.


જામનગર પંથક માં મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું હતું, જો કે છેલ્લા કેટલાક દિવસથી માવઠાના કારણે મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. દરમિયાન ગઈકાલે રવિવારે વિશાળ સંખ્યામાં ખેડૂતો મગફળીના જથ્થા સાથે વેંચાણ માટે માર્કેટ યાર્ડમાં આવ્યા હતાં. આથી વાહનો ની લાંબી લાઈનો જોવા મળી હતી. ગત્ મોડીરાત સુધી વાહનો ની આવક ચાલુ રહેવા પામી હતી.


કુલ ૨૩૦ ખેડૂતો , ૭૮૪૩ ગુણી એટલેકે ૧૩૭૨૫ મણ મગફળી ના જથ્થો લઈને યાર્ડ માં આવ્યા હતા, પ્રથમ દિવસે ૮૯ ખેડૂતો ના વાહનો યાર્ડમાં ખાલી કરાયા હતા. આજે યાર્ડ માં ૮૫૭૮ ગુણી મગફળી ના સોદા થયા હતા. અને ભાવ ઝીણી મગફળી ની પ્રતિ મણ રૂ.૯૦૦ થી ૧૧૨૦ અને જાડી મગફળી નો ભાવ રૂ.૮૦૦ થી ૧૦૧૦ નો બોલાયો થયો.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૨૦૦ થી ૪૩૦, ઘઉં ૪૮૦ થી ૫૬૮, મગ ૧૩૦૦ થી ૧૮૦૦, અળદ ૧૦૦૦ થી ૧૪૦૫, ચોળી ૪૨૦ થી ૯૭૦, વાલ ૪૫૦ થી ૫૯૦, ચણા ૯૫૦ થી ૧૧૩૧, ચણા સફેદ ૧૧૫૦ થી ૧૭૧૦, મગફળી જીણી ૯૦૦ થી ૧૨૨૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૦, મગફળી ૬૬ નં. ૯૦૦ થી ૧૨૩૫, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૮૨૦, એરંડા ૧૧૫૦ થી ૧૩૦૪, તલી ૧૨૦૦ થી ૨૩૦૦, રાયડો ૧૦૫૫ થી ૧૨૩૫, રાય ૧૨૦૦ થી ૧૬૭૦, લસણ ૪૦૦ થી ૮૭૦, કપાસ ૧૧૦૦ થી ૧૫૫૦, જીરૂ ૨૦૦૦ થી ૩૭૨૫, અજમો ૧૦૬૦ થી ૩૧૯૫, અજમાની ભૂસી ૬૫ થી ૧૨૨૫,ડુંગળી સુકી ૫૦ થી ૨૭૦, સોયાબીન ૭૦૦ થી ૮૯૫ સુધીના ભાવ બોલાયા હતા સોમવાર કુલ જણસ ૩૭૮૧૫ મણ ગુણી ૧૭૩૬૦ જે ૮૩૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.


આ વર્ષ તો ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે પણ જિલ્લામાં એક લાખ થી વધુ  ખેડૂતો એ નોંધણી કરાવી છે, પરંતુ સરકાર દ્વારા ખરીદી ની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની યાદી ઓ જાહેર થઈ નથી. આથી અમુક ખેડૂતો તો યાર્ડમાં મગફળીનું વેંચાણ કરી રહ્યા છે. મંગળવાર માટે વધુ ૫૯ ખેડૂતોને ટોકન અપાયા છે, અને તેઓના વાહનો ખાલી કરાવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application