ખંભાળિયાની પાયલ કાનાણીએ એમબીબીએસની ડીગ્રી મેળવીને સરકારી હોસ્પિટલમાં ફરજ પર
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા સ્થાયી થયેલા સેવાભાવી નિલેશભાઈ કાનાણીની સુપુત્રી પાયલ કાનાણીએ થોડા સમય પૂર્વે ધોરણ 12 સાયન્સમાં નોંધપાત્ર ટકાવારી સાથે મેડિકલ વિભાગમાં એડમિશન મેળવ્યું હતું. ગોધરા સ્થિત મેડિકલ કોલેજમાં પાયલ કાનાણીએ પોતાનું એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી બોન્ડેડ ડોક્ટરોની ભરતી પ્રક્રિયામાં તા. 1 ઓગસ્ટથી સામેલ થઈ અને ખંભાળિયામાં મેડિકલ ઓફિસર તરીકે તેમને ચાર્જ સંભાળ્યો છે.
ખંભાળિયાના સામાન્ય પરિવારની પુત્રીએ મેડિકલની ઉચ્ચ ડિગ્રી મેળવવાના દ્રઢ નિર્ધાર તેમજ કારકિર્દી પ્રત્યેક તેમની ઝંખનાએ તેણીને આ તબક્કે આ પરિણામ સુધી લાવ્યા છે. ડો. પાયલ નિલેશભાઈ કાનાણીને આ સિદ્ધિ બદલ રઘુવંશી જ્ઞાતિ તેમજ કાનાણી કુટુંબનું ગૌરવ વધારતા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech