સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત

  • January 10, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.


હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક  જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application