જામનગરની જિલ્લા જેલમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ

  • November 29, 2024 10:16 AM 

ટેસ્ટીંગ કેમ્પ યોજાયો


જામનગરની જિલ્લા જેલમાં આજે વિશ્વ એઈડ્સ દિવસ નિમત્તે જન જાગૃતિ કાર્યક્રમ અને ટેસ્ટટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનાં પ્રિઝન કમ્પોનેટ અંતર્ગત  અને જીલ્લા ટીબી એચ.આઈ.વી ઓફિસર અને જીલ્લા જેલ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.


જામનગરના ડો. ધીરેન પીઠડીયાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા જેલમાં પાકા કામના અને કાચા કામના બંદીવાન ભાઇઓ અને બહેનો માટે એચ.આઈ.વી./એઈડ્સ દિવસે જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન  કરાયું હતું. જેમાં ડો. પલક ગણાત્રા દ્વારા એચ આઈ વી લોકથામ માટે અને લક્ષણો પર સાજીદ કરેલા સુભીક્ષા પ્રોજેક્ટ નાં પ્રિઝન પ્રોજેક્ટ કૉડીનેટર સુરજ કાનાણી દ્વારા જેલ માં ચાલી રહેલા ટેસ્ટિંગ કાર્યક્રમાં ની રૂપરેખા કહેવામાં આવી હતી.


સમગ્ર પ્રોજેક્ટ કોર્ડીનેટર  ધર્મેશભાઇ અને આઈસીટીસી માંથી રાહુલ ભાઈ  રૂરલ માંથી અને જોષનાબેન  તેમજ નેટવર્ક જામનગર જિલ્લા જેલનાં અધિક્ષક શ્રી જાડેજા,  જેલ દવાખાના મેડિકલ ઓફિસર ડો ડાગેરા અને જેલ સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application