ધોકા, પાઇપનો છૂટથી ઉપયોગ થયો: સામસામા પક્ષે કુલ આઠ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકામાં રહેતા કરસનભાઈ વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ કરમુર નામના 45 વર્ષના આહિર યુવાન તેમની સાથે સાહેદ નિલેશભાઈને સાથે રાખીને પોતાના ખેતરમાં શેઢે સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા જેસા દેવરખીભાઈ કરમુર, રમેશ દેવરખીભાઈ, રોહિત પીઠાભાઈ, પુનિત પીઠાભાઈ, ભીમા દેવરખી અને રાજેશ રમેશભાઈ નામના છ શખ્સો અહીં આવ્યા હતા અને ફરિયાદી કરસનભાઈ તથા સાહેદ નિલેશભાઈને "પોતાના વાડીમાં આ રસ્તેથી અવર-જવર નહીં કરવાની" તેમ કહીને લાકડાના ધોકા, લોખંડનો પાઇપ, નાના હાથાવાળું ધારીયું, કુહાડા, જેવા હથિયારો વડે હુમલો કરી અને ફરિયાદી કરસનભાઈની આંગળી તોડી નાખી હતી.
આમ, તમામ છ આરોપીઓએ એકસંપ કરી, ફરિયાદી તથા સાહેદને બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 326, 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ઝાલા દ્વારા હાથ વધારવામાં આવી છે.
સામા પક્ષે રોહિતભાઈ પીઠાભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. હરીપર રોડ) એ કરસનભાઈ વેજાભાઈ કરમુર તથા તેના પુત્ર નિલેશ સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે કે ફરિયાદી રોહિત તેમજ તેમના કુટુંબીજનોને આરોપી પરિવાર સાથે વાડીમાં ચાલવાના રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય, તે અંગેનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા તેના કાકા જેસાભાઈ કરમુર પોતાની વાડીએ ટ્રેક્ટર વડે જમીન ખેડી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કરી, અને કાકા-ભત્રીજાને નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech