RBI દ્વારા‌ નાણાકીય જાગૃતિ-સુરક્ષિત બેંકિંગ પ્રથાઓને વધુ પ્રોત્સાહિત કરવા નાણાકીય સાક્ષરતા સપ્તાહ-૨૦૨૬'નું આયોજન 

  • February 11, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે ઉજવણી માટે 'KYC-સુરક્ષિત બેંકિંગ તરફ તમારું પહેલું પગલું' થીમ નક્કી કરાઈ

ભારતીય રિઝર્વ બેન્ક-RBI દ્વારા નાણાકીય જાગૃતિ અને સુરક્ષિત બેંકિંગ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરમાં તા. ૯ થી ૧૩  ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ- ૨૦૨૬'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

'નાણાકીય સાક્ષરતા સપ્તાહ'નું વર્ષ ૨૦૧૬થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ષ કેટલાક નાણાકીય વિષયો પર જાગૃતિ લાવવા માટે એક વિશિષ્ટ વિષય-થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ વર્ષની થીમ “KYC –સુરક્ષિત બેંકિંગ તરફ તમારું પહેલું પગલું”નું ઉદ્ઘાટન મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત બેંકિંગના અધારરૂપ તરીકે તમારા ગ્રાહકને જાણો-KYCના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું છે.


ગયા વર્ષના નાણાકીય સમાવેશ માટેના ગ્રામ પંચાયત સ્તરના અભિયાન પર આધારિત રહીને,જેમાં ખાતાઓના re-KYCનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ખાતાઓના વ્યવહારો અવરોધ વિના ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલય દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા- નગર હવેલી, દમણ અને દીવમાં બેંકો તેમજ હિતધારકો સાથે મળીને કેવાયસીના પુનઃનોંધણીકરણને વધુ સરળ બનાવવા માટે નજીકથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ સપ્તાહ દરમિયાન અભિયાનમાં કેવાયસીનું પાલન સરળ અને સુવિધાજનક હોવા પર વધુ ભાર મુકવામાં આવશે.સેન્ટ્રલ કેવાયસી-CKYC વિશે જાગૃતિ,ગ્રાહકોને કેવાયસી સંબંધિત છેતરપીંડી કોલ્સ અને સંદેશાઓથી સાવચેત કરવામાં આવશે તેમજ નાણાકીય મ્યુલ્સ બનવાના જોખમ અંગે જનમાનસને વધુ સચેત કરવામાં આવશે.

વધુમાં રાજ્ય સ્તરે,ભારતીય રિઝર્વ બેંકના અમદાવાદના પ્રાદેશિક નિયામક અમરેશ રંજન દ્વારા આરબીઆઈ, અમદાવાદ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં પ્રમુખ બેંકોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નાણાકીય 'સાક્ષરતા સપ્તાહના પોસ્ટરો'નું અનાવરણ કરવામાં આવ્યું હતું.તમામ હિતધારકો દ્વારા સુરક્ષિત બેંકિંગ પ્રથાઓને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરવામાં આવી‌‌ હતી. 

આ સમારંભમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ફોર એક્સલન્સના એસપી સંજયકુમાર કેશવાલા દ્વારા સાયબર-ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ અને તેના પોર્ટલના મહત્ત્વને દર્શાવતી માહિતી પણ આપવામાં આવી હતી.

 શ્રી સંજયકુમારે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંગે અપડેટ પણ આપ્યું હતું અને આ સમગ્ર કેવાયસી અભિયાન દરમિયાન બેંકરો સાથે સઘન સહયોગ નક્કી કરવાની ખાતરી આપી હતી, જેથી સાયબર-અપરાધોના ખતરા સામે લડવામાં મદદ મળી શકે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેંકો તેમજ અન્ય હિતધારકો સાથેના સહયોગથી સમગ્ર દેશમાં જાગૃતિ અને તેની પહોંચ અભિયાનનું આયોજન કરવામાં આવશે. 


આ પ્રયાસો સપ્તાહ બાદ પણ ચાલુ રહેશે,જેથી કેવાયસી માત્ર નિયમનકારી આવશ્યકતા નથી,પરંતુ સુરક્ષિત અને વિશ્વસનીય નાણાકીય પરિસ્થિતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application