રેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ

  • May 08, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. આ બધા વચ્ચે, ભારતીય રેલ્વે બોર્ડે એક નિવેદન બહાર પાડ્યું છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા સંદેશમાં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ રેલવે અધિકારીઓને ફોન કરીને લશ્કરી ટ્રેનો વિશે ગુપ્ત માહિતી માંગી શકે છે. રેલવે અધિકારીઓને ચેતવણી આપવામાં આવે છે કે લશ્કરી રેલવે સ્ટાફ સિવાય કોઈપણ અનધિકૃત વ્યક્તિ સાથે આવી માહિતી શેર કરવી સુરક્ષાનો ભંગ માનવામાં આવશે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો હશે.

ભારતના ગૃહ મંત્રાલયે કહ્યું કે સોશિયલ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર અનિચ્છનીય તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રચાર પર કડક દેખરેખ રાખવી જોઈએ. રાજ્ય સરકારો અને કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી, નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

જો દેશમાં કે વિદેશમાં ગમે ત્યાંથી ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવવામાં આવશે, તો આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવશે. સરહદી વિસ્તારોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર વચ્ચે સતત સંપર્ક જાળવવા અને સુરક્ષા મજબૂત બનાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવા.

ગૃહ મંત્રાલયે રાજ્યોને જનતામાં બિનજરૂરી ભય ફેલાતો અટકાવવા અને અફવાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.રેલ્વે મંત્રાલયે તેના કર્મચારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા લશ્કરી ટ્રેનોની ગતિવિધિઓની વિગતો મેળવવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે અને કહ્યું છે કે ગુપ્ત માહિતી કોઈપણ બિનસત્તાવાર વ્યક્તિ સાથે શેર કરવી નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application