રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ સીજીએસટી પબ્લીક ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિની મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી વેપારીઓ અને ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નો, ફરિયાદો, સુચનો તેમજ માંગણીઓ રજુ કરી હતી. શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવતા એક તબક્કે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા પ્રશ્નો અને ફરિયાદો પ્રથમ વખત તેમના સુધી આવ્યા છે. સીજીએસટી પ્રિન્સીપલ કમિશનરએ દરેક મુદાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂ કરાયેલા મુદાઓમાં ચાર બાબતો મુખ્ય રહી હતી જેમાં
(૧) પીજીઆરસી કમિટિની મિટીંગમાં કમિશ્નર (અપીલ) અને કમિશ્નર (ઓડિટ)નો પણ સમાવેશ કરવો (૨) સીજીએસટી એકઝીકયુટીવ કમિશ્નરેટ તેમજ સીજીએસટી ઓડિટ કમિશ્નરેટ બન્ને દ્વારા નાણાંકીય વર્ષ મુજબ કારણદર્શક નોટીસ (એસસીએન) ઇસ્યુ કરવી જોઈએ. (૩) રીટર્ન અને અપીલના કેસોમાં પરત આપવાની થતી વ્યાજની રકમ ઉપર પણ જીએસટી ભરવાનો નિમય અમલી કરેલ છે જે ખરેખર ગેરવ્યાજબી છે તો તેનું તાત્કાલીક નિરાકરણ લાવવું (૪) સમગ્ર જીએસટી પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબકકે કોઈ જાતની ગેરરીતી આચરવામા આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યકિતએ ભોગ બનવું પડે છે કે જેને નિયમાનુસા૨ મળવાપાત્ર આઇટીસી મેળવેલ હોવા છતા તેને રીવર્સ ક૨વાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્ષ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરૂરી છે તે સબબ રજુઆત કરવામાં આવેલ તેમજ જીએસટી એકટમાં ટેક્ષ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત પ્રાવધાન કરવું જરૂરી છે. સહિતના મુદાઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસજીએસટીની પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાની તાજેતરમાં નિમણુંક કરાઇ છે.
વર્ષ-૨૦૧૭થી જીએસટી અમલી છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીએસટીમાં રહેલી વિસંગગતાઓ દુ૨ ક૨વા તેમજ વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર સમક્ષ અસંખ્ય પત્રો લખી તેમજ દિલ્હી-ગાંધીનગર રૂબરૂ મિટીંગો કરી રજુઆતો કરેલ છે અને મહદઅંશે તેમાં સફળતા પણ મળી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપાર-ઉદ્યોગકારોને એસજીએસટીને લગતા પણ ઘણા પ્રશ્નો હોય તેના નિરાકરણ લાવવા એસજીએસટી દ્વારા પણ પબ્લીક ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિની ૨ચના ક૨વા અને દર ત્રણ મહિને મિટીંગનું આયોજન કરવા સંયુકત રાજય વેરા કમિશનરને રજુઆત ક૨વામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે સંયુક્ત રાજય વેરા કમિશ્નરની અધ્યક્ષતામાં સાત સભ્યોની એસજીએસટી પબ્લીક ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિની રચના કરવામાં આવી છે અને તેમાં માત્ર રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાની નિમણુંક કરવામાં આવી છે.
વેપારીઓ-ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપવા માટે દરેક ક્ષેત્રમાં હર હંમેશા અગ્રેસર રહયું છે ત્યારે જીએસટીને લગતા કોઇ પણ પ્રશ્નો-સુચનો હોય તો તે રાજકોટ ચેમ્બ૨ને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMધોલેરા નજીક મહુવા-ગાંધીનગરની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
May 05, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech