રાજકોટના ઉદ્યોગપતિનો વિશ્વમાં ડંકો, દુનિયાનું સૌથી મોટું એર કુલર બનાવ્યું, ગિનિશ બુક સ્થાન, જાણો કુલરની વિશેષતા

  • May 01, 2025 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે. જેમાંના એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતા બતાવી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને BIS રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. 


કંપની પાસે ૮૦થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો ૧૦૦થી વધુ ટ્રેડ માર્ક પણ છે. રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે તેની ઉચ્ચ ગુણવત્તા અને નવા નવાચાર માટે જાણીતી છે, તેણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ વિશ્વના સૌથી મોટા એર કૂલરનું સફળ નિર્માણ કરી, નવા નવાચાર સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ પ્રાપ્તિ માત્ર રાજ કૂલિંગ સિસ્ટમ્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. 


અદ્યતન એર કુલરની વિશેષતા 

આ વિશાળ કુલરની કંપનીનું મુખ્ય લક્ષ્ય હંમેશા માનવ જીવનની ગુણવત્તા સુધારવાનું અને ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનું રહ્યું છે. આ અનોખા એર કૂલરમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જે ઉર્જા બચત, મજબૂત બોડી મટિરિયલ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે સુસજ્જ છે. આ કૂલરમાં વીજળીની બચત સાથે પર્યાવરણને અનુકૂળ રહે તેવા તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આ વિશાળ કૂલરમાં BLDS ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જેના કારણે બે કલાક વપરાશ બાદ એક યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.


ભારતની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક કંપની 

આ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં રાજ ગ્રુપના ચેરમેન કલ્પેશભાઈ રામોલિયાની અટલ પ્રતિબદ્ધતા અને નવીન દૃષ્ટિનો અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. આ તકે કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, "આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેક્નોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અમારી ટીમની અવિરત મહેનત અને સમર્પણ આ મહાન સિદ્ધિ પાછળ છે. આ એર કૂલર મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા કાર્યક્રમોમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ઉપયોગમાં લઈ શકાશે." રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ બે દાયકાથી કૂલિંગ ઉદ્યોગમાં કાર્યરત છે અને તે ભારતની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક કંપની છે.


કંપનીએ માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી બજારો પણ સ્થાન બનાવ્યું

ISO 9001:2015 પ્રમાણિત આ કંપની ઇન્ડસ્ટ્રીયલ , ટેન્ટ અને ડોમેસ્ટિક ક્ષેત્ર માટે કૂલિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. નવીનતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ એ કંપનીના મુખ્ય સ્તંભો છે. કંપની પાસે આધુનિક ટેક્નોલોજી અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ એક વિશાળ મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે, જે દર વર્ષે લાખો એર કૂલર્સનું ઉત્પાદન કરે છે. રાજ કૂલિંગ સિસ્ટમ્સની ઉત્પાદન પ્રક્રિયા શ્રેષ્ઠ સ્ટાન્ડર્ડ્સ અને કડક ગુણવત્તા નિયંત્રણથી પસાર થાય છે, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ મળી રહે. કંપનીએ માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોની ડિમાન્ડ સતત વધી રહી છે.


???? ????  શું છે? 

???? ???? એ વિશાળ કદવાળું, પણ ઊર્જા બચાવતું અને કાર્યક્ષમ એન્જિનિયરિંગનો ભવ્ય નમૂનો છે. મોટા ઉદ્યોગો, ટેન્ટો અને હોલ્સ જેવી જગ્યા માટે આ કૂલર ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.


એર કુલરના મુખ્ય ફીચર્સ

  • મલ્ટી-સ્પીડ સેટિંગ્સ દ્વારા જરૂરીયાત મુજબ કૂલિંગ
  • વિશાળ જગ્યા માટે વિશેષ કૂલિંગ ક્ષમતા
  • માત્ર ? યુનિટ વીજળીમાં ? કલાક સુધી ચાલે છે
  • મોટરનો પ્રકાર: સિંગલ ફેઝ
  • ??? / વોટેજ: ??? ??? / ??? વોટ
  • ફેન નો પ્રકાર: ?? ઇંચનો એક્સિયલ ફેન
  • પ્રોડક્ટનું માપ: ???? ?? × ???? ?? × ???? ??
  • કુલ વજન: આશરે ??? કિગ્રા
  • ટાંકી ક્ષમતા: આશરે ???? લિટર


મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે આ સિદ્ધિ

આ નવું એર કૂલર માત્ર એક પ્રોડક્ટ નહીં, પરંતુ ભારતના ઉદ્યોગ જગત માટે એક ક્રાંતિ સમાન છે. આ સિદ્ધિ સમગ્ર દેશમાં "મેક ઈન ઈન્ડિયા" અભિયાનને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજ કૂલિંગ સિસ્ટમ્સ પોતાના પ્રોડક્ટ્સ દ્વારા ઉદ્યોગ અને પર્યાવરણ બંને માટે અનુકૂળ ઉકેલ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપલબ્ધિ ભવિષ્ય માટે પણ પ્રેરણા રૂપ ઉદાહરણ સાબિત થશે. દેશની પ્રગતિ માટે આ કંપની આવનારા સમયમાં પણ નવીન અને શ્રેષ્ઠ પ્રોડક્ટ લાવવાનું ચાલુ રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application