નૂતન ઘ્વજારોહણ, મહાપ્રસાદ તેમજ દાતાઓનું કરાશે સન્માન
સમસ્ત મહેશ્વરી સમાજના પરમ પૂજય ઈષ્ટદેવશ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સૌદર્ય ધરાવતું સ્થળ આવેલું છે જયાં સોનકંસારીની પૌરાણીક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.
આ પવિત્ર જગ્યાની શોભામાં અભિવૃધ્ધિ થાય તેમજ દર્શનાર્થે તેમજ યાત્રા માટે આવનાર યાત્રાળુઓ મળતી સુવિધાઓમાં વધારો થાય તેમજ સમસ્ત સમાજ ગૌરવ લઈ શકે તેવા શુભ હેતુથી દાતાએ શ્રી લુણંગ ગણેશદેવ દ્વાર તથા રજવાડી ગેઇટનું બાંધકામ પૂર્ણ કરાવી દાતા દ્વારા સમસ્ત સમાજના ઉપયોગ માટે ટ્રસ્ટને અર્પણ કરવા અંગેનો લોકાર્પણ કાર્યક્રમ તા.૧-૫-૨૦૨૫, ગુરુવારે સાંજે ૬-૦૦ કલાકે, નુતન ધ્વજારોહણ તા.૧-૫-૨૦૨૫, ગુરૂવારે, સાંજે ૬-૩૦ કલાકે, દાતાઓનું સન્માન તા.૧-૫-૨૦૨૫, ગુરૂવારે, સાંજે : ૭-૦૦ કલાકે, મહાપ્રસાદ તા.૧-૫-૨૦૨૫, ગુરૂવારે, સાંજે : ૭-૩૦ કલાકે, ભેટ પૂજા તા.૨-૫-૨૦૨૫, શુક્રવારે, સવારે : ૬-૦૦ કલાકે તથા પ્રસાદ તા.૨-૫-૨૦૨૫, શુક્રવારે, સવારે : ૬-૩૦ કલાકેના વિગેરે શુભ કાર્યક્રમોનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી લુણંગ ગણેશદેવ દ્વાર તથા રજવાડી ગેઈટ ના દાતા સ્વ. લાલજીભાઈ સુમારભાઈ દાફડા તથા સ્વ. રાણબાઈ લાલજીભાઈ દાફડા, ગાંધીધામ (કચ્છ) - મૂળ ગામ : ગુંદાલાના સ્મણાર્થે, હસ્તે કિશોરભાઈ લાલજીભાઈ દાફડા તથા વિનોદભાઈ લાલજીભાઈ દાફડા તથા ડો. પ્રશાંતભાઈ કિશોરભાઈ દાફડા તેમજ મહાપ્રસાદ તથા પ્રસાદના દાતા ગણેશ સેવક સંઘ, જામનગરનો સહયોગ મળેલ છે.
તેમજ, મહેશ્વરી સંપ્રદાયના અનુયાયીઓ પવિત્ર કારૂંભા ડાડાની જાત્રા કરી ગઢ ઘુમલી જાત્રા માટે આવે છે. તે તમામ માટે તેમજ દર્શનાર્થે / કાર્યક્રમમાં આવનાર તમામ ધર્મપ્રેમી લોકો માટે ટ્રસ્ટ દ્વારા રહેવાની આરામની, નાહવાની તથા બારમતી પંથના આયોજનની તેમજ મહાપ્રસાદ તથા પ્રસાદ દાતાશ્રી શ્રી ગણેશ સેવક સંઘ, જામનગરના સહયોગથી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.
કુદરતી સૌંદર્ય ધરાવતાં એવા બરડા ડુંગરની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલ સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમ્યાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતીપંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોદેદારઓ રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ (જય અંબે ઓટો ગેરેજ), કિરણકુમાર ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિવૃત નાયબ મામલતદાર), માલશીભાઈ ગોરડીયા, ગીરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, બાબુભાઈ વિંઝોડા, ગાંગાભાઈ માતંગ, સતિષભાઈ ચુંયા, સમિતિના સભ્યો, સમાજના મંડળો / ટ્રસ્ટો, પંચ ધર્મગુરૂઓ, મહારાજઓ અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ મહામંત્રી જયંત વારસખીયાની યાદીમાં જણાવવામાં આવે છે.