સુરેન્દ્રનગરના ચુડા તથા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમઢીયાળા ગામની સીમમાં, મોરવાડ ગામની સીમમાં તથા જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં ભોગાવો નદીના કાંઠે મઢાદ ગામની સીમમાંથી રેતી તથા પથ્થરના ખનનની પ્રવૃત્તિ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી અહીંથી વોશ પ્લાન્ટ ૩, ડમ્પર ૧૦, લોડર ૩, હિટાચી મશીન ૩ મળી કુલ રૂ.૪.૪૫ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખસો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતિને તેમજ કુદરતી સંપતિને નુકશાન કરતા શખસો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, એ.વાય.ઉધાસ, એસ.પી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા આવા શખસોને શોધી કાઢવા કામગીરી શરૂ કરી હતી.દરમિયાન યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સીંધવ, ફતેસંગ પરમાર, રાજુભાઇ પઢેરીયા, હિતેશભાઇ જોગરાણા, વકારભાઇ અરબ, કુલદિપસિંહ ચુડાસમા, ભોજાભાઇ ત્રમટા, રવીરાજસિંહ વાળા તથા ગોવીંદભાઇ રબારીને મળેલી હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારની સમઢીયાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતીના ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડયો હતો. પોલીસે અહીં વોશ પ્લાન્ટ સંચાલક ભરત આપાભાઇ ખાચર, જાગસીન લખમણભાઇ ઝાપડા, મેહુલ હરીસંગભાઇ ગોહીલના મળી કુલ ૩ વોશ ૫લાન્ટમાંથી ૮ ડમ્પર તથા ૩ લોડર મળી આવ્યા હતા. આ ઉપરાંત મોરવાડ ગામની સીમમાંથી ગેરકાયદેસર પથ્થરનુ ખનન કરતા ૩ હયુન્ડાઇ કંપનીના એસ્કવેટર મળી આવ્યા હતા. જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ભોગાવો નદીના કાંઠે મઢાદ ગામની સીમમાંથી ગેરકાયદેસર પથ્થર ભરેલા ૨ ડમ્પર મળી કુલ કિ.રૂ.,૪,૪૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરી હાજર મળી આવેલ ડ્રાઇવરોને હસ્તગત કરી ખાણ ખનીજના અધિકારીઓને જાણ કરવા સ્થાનીક પોલીસને બોલાવી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોના-ચાંદીના ભાવ ધડામ, એક દિવસમાં રૂ.7,000 સુધીનો ઘટાડો, ચાંદી 2 લાખની નજીક આવી ગઈ
October 22, 2026 06:48 PMઓનલાઈન પરીક્ષામાં 75% માર્ક મેળવનારને જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકાર નવા નિયમો લાદવાની તૈયારીમાં
October 22, 2026 06:37 PM2 રૂપિયાનો શેર પૈસા છાપવાનું મશીન બન્યો, 1 લાખનું રોકાણ કરનારા કરોડપતિ બન્યા
October 22, 2026 06:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
