આ કેસની હકીકત મુજબ, આણંદ ખાતે આવેલ એન્જિનિયરિંગ કંપની એલીકોન સામે તેમના ૬૨ શ્રમયોગીઓએ મજુર અદાલત, આણંદ સમક્ષ ઔધોગિક વિવાદ ધારા હેઠળ રિકવરી અરજીઓ દાખલ કરી સને-૨૦૦૩માં થયેલ સમાધાન મુજબના લાભો માંગેલ હતાં. આ કેસોમાં કંપની તેમના એડવોકેટ મારફત હાજર થઈ રજૂઆત કરેલ કે આ શ્રમયોગીઓ એપ્રિલ- ૨૦૦૨માં કંપનીએ જાહેર કરેલ સ્વૈચ્છિક નિવૃતી યોજના હેઠળ રાજીખુશીથી રાજીનામા આપી વી.આર.એસ. સ્કીમ મુજબના લાભો સ્વીકારી છુટા થઈ ગયેલ હતાં અને ત્યારબાદ ૨૧ વર્ષના લાંબા સમયગાળા બાદ હાલની અરજીઓ દાખલ કરેલ છે. વિશેષમાં કંપની અને યુનિયન વચ્ચે થયેલ સમજુતી મુજબના લાભો પણ શ્રમયોગીઓને ચુકવી આપવામાં આવેલ છે જેથી તેઓની કોઈ રકમ બાકી નીકળતી નથી.
ઉપરોકત કેસમાં બન્ને પક્ષોએ રજુ થયેલ લેખીત નિવેદનો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ અને પક્ષકારોની રજુઆતો સાંભળ્યા બાદ મજુર અદાલત આણંદે ઠરાવેલ છે કે હાલની અરજીઓ શ્રમયોગીઓએ તમામ હકક, હિત-હિસ્સાઓ સ્વીકાર્યા બાદ ૨૧ વર્ષના સમયગાળા બાદ કરેલ છે તેમજ સને-૨૦૦૩ના સમાધાનની શરતો મુજબ શ્રમયોગીઓ કંપનીના રોલ ઉપર ચાલુ જ ન હતાં. તેવા સંજોગોમાં તેઓને મળવાપાત્ર સમાધાન મુજબની લમસમ રકમ પણ ચુકવી આપવામાં આવેલ છે તેથી શ્રમયોગીઓને હાલની અરજીઓ કરી કોઈ દાદ માંગવાનો પ્રસ્થાપિત હકક જ નથી તેમ ઠરાવી મજુર અદાલતે તમામ રિકવરી અરજીઓ રદ યાને નામંજુર કરવાનો હુકમ કર્યો છે.
કંપનીની તરફેણમાં વધુ એક ચુકાદો :
વધુમાં આ જ કંપની સામે ત્રણ અરજદારોએ તેઓને ગેરકાયદેસર રીતે છુટા કર્યાનું જણાવી મજુર અદાલત સમક્ષ ચડત રોજ સાથે પુનઃસ્થાપિત કરવાના રેફરન્સ કેસો કરેલ હતાં, જેમાં કંપનીએ રજૂઆત કરેલ કે હાલના ત્રણ અરજદારો સિનિયર કેડરના ઇજનેરો તરીકે સુપરવાઈઝરી, વહીવટી અને મેનેજરીયલ પ્રકારની કામગીરી કરે છે ₹ 40,000થી વધુ પગાર મેળવતા હતા, તેમનો ઔધોગિક વિવાદ ધારાની કામદારની વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે નહી. આવા સંજોગોમાં લેબર કોર્ટને આ કેસો ચલાવવાની હકુમત ન હોવાથી આ ત્રણ પુનઃસ્થાપિત થવાના કેસો પણ રદ કરવામાં આવ્યા હતાં. આ કેસોમાં કંપની વતી આણંદ મજુર અદાલતમાં રાજકોટના સિનિયર એડવોકેટ યોગેશભાઈ રાજયગુરૂ, જયેશભાઈ યાદવ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMધોલેરા નજીક મહુવા-ગાંધીનગરની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
May 05, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech