ભાણવડ ખાતે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી વેળાએ ઘાયલ થયેલા પક્ષીઓનું રેસ્ક્યુ

  • January 15, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાના ભાણવડ ખાતે પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા ૬ પક્ષીઓને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી નવજીવન અપાયું હતું.


મકર સંક્રાંતિ પર્વ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની જીવલેણ દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ભાણવડ વિસ્તારમાં પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલા કુલ ૬ પક્ષીઓને વન વિભાગ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ત્વરિત રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી હતી.



ગઇકાલે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના ફોન કોલ્સ હેલ્પલાઇન પર મળ્યા હતા તેમજ વન વિભાગના કર્મચારીઓ અને ટ્રસ્ટના સ્વયંસેવકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.


પતંગની દોરીથી કપાયેલી પાંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પામેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી લોહી વહેતું અટકાવવામાં આવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલા ઘાયલ પક્ષીઓને શિવ બળદ આશ્રમ ખાતે ખસેડી જઇ જરૂરી દવાઓ અને પાટાપિંડી કરી સારવાર આપવામાં આવી હતી. હાલ તમામ છએય પક્ષીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને પુન: મુક્ત આકાશમાં વિહરવા માટે છોડી દેવામાં આવશે.

​​​​​​​


આ રેસ્ક્યુ અને સેવા સારવારની સેવા પ્રવૃતિમાં વન વિભાગના આર.એફ.ઓ. સોલંકી, એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, તેમજ વન વિભાગના કર્મચારી અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application