તા. 24 સુધી ઉમેદવારો અરજી કરી શકશે
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્ય કક્ષાના દિવ્યાંગ લોકોને પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમજ બીજી કેટેગરીમાં 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા ત્રીજી કેટેગરીમાં 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસનની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર્સ એમ ત્રણ કેટેગરીમાં આપવામાં આવશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો https://talimrojgar.gujarat.gov.in/ (તાલીમ રોજગાર) વેબસાઈટથી અથવા જિલ્લા રોજગાર કચેરીમાંથી વિનામુલ્યે તા. 24 ફેબ્રુઆરી સુધીમાં મળી શકશે. ઉમેદવારોએ ભરેલા અરજી પત્રકો સાથે શૈક્ષણિક લાયકાત, દિવ્યાંગતા માટેના માન્ય પ્રમાણપત્ર, પોસ્ટકાર્ડ સાઈઝ ફોટોગ્રાફ, પોલીસ વેરીફિકેશન તથા અન્ય સંબંધિત તમામ લાગુ પડતાં દસ્તાવેજોની નકલ સહિત ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સામેલ કરવાની રહેશે. આ મુજબની અરજી બે નકલમાં જિલ્લા રોજગાર કચેરીને તા. 24 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગત વાળી કે નિયત સમયમર્યાદા બાદની આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
વધુ માહિતી માટે ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં બીજા માળે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી (ફોન: 02833-234210)નો સંપર્ક કરવા રોજગાર અધિકારી (જન.)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech