આગ બુઝાવી : ફોતરી ઉડવાના કારણે ટ્રાન્સફોર્મરમાં તણખો થયા પછી આગ
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક ઓઇલ મીલ પાસે ઉભા કરાયેલા વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક સ્પાર્ક થયા પછી આગ લાગતા, ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગને ઠારવાની કાર્યવાહી કરી હતી.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એક ઓઇલ મીલ પાસે ફીટ કરવામાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું હતું. સાથો સાથ વીજવાયરો પણ સળગ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પટેલ કોલોની સબ ડિવિઝનના વીજ અધિકારી એસ.ડી. પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સૌપ્રથમ વિજ પુરવઠો બંધ કરાવ્યો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડીએ પણ પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી.
ઓઇલ મીલમાંથી મગફળીની ફોતરી ઉડવાથી ટ્રાન્સફોર્મર તેમજ વીજ વાયર પર ચોટી હોવાના કારણે સ્પાર્ક થતાં ફોતરી સળગી હતી, અને તેની સાથે ટ્રાન્સફોર્મર પણ સળગી ઊઠ્યું હોવાનું અનુમાન કરાયું છે. વીજ તંત્ર દ્વારા નવું ટ્રાન્સફોર્મર ઉભું કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech