જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને શારીરિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા જામનગરના સેનાનગર વિસ્તારમાંથી મળી આવ્યા અંગેની જાણ કરી હતી. જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એ મહિલાને લઇ આવ્યા હતા.
સેન્ટરના કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલું કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. જેથી કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપતાં વૃદ્ધ મહિલાએ પોતા વિશેની જાણકારી આપી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેઓના પતિ વર્ષ ૨૦૦૦માં મૃત્યુ પામ્યા છે, તેમજ તેઓ નિ:સંતાન છે. જેથી સેન્ટર દ્વારા મહિલાના પિયર અને સાસરીયા પક્ષના સભ્યો વિશે જાણવા પ્રયાસ કર્યો હતો. ત્યારે બહેને તેમના સગા વહાલાના નામ જણાવ્યા હતા. બહેન લોહાણા સમાજના હોય કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયાએ લોહાણા સમાજના અગ્રણી શ્રી જીતુભાઈ લાલ અને તેમના પી.એ.નો સંપર્ક કર્યો અને બહેનનો ફોટો તથા પરિવારના સભ્યો અંગેની માહિતી મોકલાવી હતી.
લોહાણા સમાજના અગ્રણી દ્વારા બહેનની માહિતી તેઓના સામાજીક ગૃપમાં મોકલવામાં આવતાં આ માહિતી મહિલાના ભાઈ રમણીકભાઈ ગણાત્રા સુધી પહોંચતાં તેઓએ રાત્રીના સમયે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક સાધી પરિવારજનો સાથે મહિલાને લેવા સેન્ટર પર આવ્યા હતા. આમ, જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયાસોથી ગણતરીની કલાકોમાં મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન થતાં મહિલાના પરિવારજનોએ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તેમજ તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech