ચીફ ઓફિસરે બિનશરતી માંગણીઓ સ્વીકારતા હડતાલનો સુખદ અંત
સલાયા નગરપાલિકાના સફાઈ કામદારો ૨૯.૧૨ .૨૪ થી સફાઈ હડતાલ ઉપર હતા. જેથી ૨૫ દિવસથી સલાયામાં સફાઈ થઈ ના હોઈ ઘણા પ્રશ્નો હતાં. હડતાલ ઉપર જવાનું કારણ ચડત પગાર અને કેટલીક માંગણીઓ હતી.જે બાબતે ચીફ ઓફિસર શ્રીએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને બુનિયાદી પગાર ભથા ગ્રાન્ટની ૧૦૦ ટકા માંગણી મુકેલ હતી.
જેમાંથી સરકાર શ્રીએ ૬૦ ટકા ગ્રાન્ટ મંજૂર કરતા આવતા અઠવાડિયે બાકીનો પગાર કરવાની બિન શરતી ખાતરી આપેલ હતી. તેમજ હાલ સલાયા નગર પાલિકા દ્વારા બાકી વેરા પણ નિયમ મુજબ ઉઘરાવી અને આવક વધારી હતી. ચડત વેરા હોઈ એમને લીગલી નોટિસો મારી હતી.
જેથી આવક થતાં દોઢ મહિનાનો પગાર ચૂકવી આપ્યો હતો.ત્યારબાદ બાકીની માંગણીઓનો પણ ચીફ ઓફિસરે બિન શરતી સ્વીકાર કરતા સફાઈ કામદારો દ્વારા આજથી કામ ઉપર લાગવાનું કહેલ હતું.અને આજ સવારથી કામ ઉપર લાગી ગયા હતા. આ સફાઈ કામદારો અને ચીફ ઓફિસર સાથે મધ્યસ્થી તરીકે સલાયા શહેર ભાજપના પ્રભારી પરેશભાઈ કાનાણી રહ્યા હતા.આમ ૨૫ દિવસથી સફાઈ કામગીરી બંધ હતી જે આજથી ફરી શરૂ થઈ હતી.અને હડતાલ નો સુખદ અંત આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech