ધો.૧૨માં મ્યુનિ.શાળાનો ડંકો; સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું ૧૦૦% પરિણામ

  • May 05, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં ૧૦૦% તેમજ શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલનું ૭૭.૦૮% પરિણામ મેળવી જ્વલંત સફળતા મેળવી નામ રોશન કરેલ છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસિલાબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે. વિદ્યાર્થી જીવનનો સુવર્ણ સમય એ ધોરણ-૧૨ની પરીક્ષાના પરીણામનો છે. આ પરીક્ષાના પરીણામ બાદ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના ઘડતર કરવા માટે એક નવી દિશા મળે છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં ૧૦૦ ટકા તેમજ પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલનું ૭૭.૦૮ ટકા પરિણામ મેળવી જ્વલંત સફળતા મેળવી નામ રોશન કરેલ છે. મનુષ્યના જીવનના દરેક તબક્કે અનેકવિધ કસોટીઓ આવતી હોય છે જેથી ધોરણ-૧૨ની પરીક્ષામાં ઓછા ટકા સાથે ઉતીર્ણ થયેલ તેમજ નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ભવિષ્યમાં ફરી ખૂબ મહેનત અને પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી જ્વલંત સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application