આરોપી ઝડપાયો
ખંભાળિયા શહેરમાં રવિવારે એક હોસ્પિટલ નજીકથી મોટરસાયકલની ચોરી થતી હોવાનો બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો છે. જે સંદર્ભે આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તાર નજીક રવિવારે સવારના સમયે એક હોસ્પિટલની નીચેના ભાગેથી એક અજાણ્યો શખ્સ શિફતપૂર્વક ચાલાકી દાખવીને એક મોટરસાયકલ હંકારી ગયો હોવાનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અંગેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
આ વચ્ચે ખંભાળિયા તાલુકાના સખપર નાગડા ગામે રહેતા અને મેડિકલ ના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ વરવાભાઈ કંડોરીયા નામના 29 વર્ષના યુવાને તેમનું રૂપિયા 90,000 ની કિંમતનું જી.જે. 37 એલ. 8848 નંબરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ શખ્સ રવિવારના સમયે તેમની લાઈફ લાઈન સર્જીકલ નામની દુકાનના ગેઈટ પાસેથી ચોરી કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બાઈક ચોરીના વિડીયો સાથે ઉપરોક્ત ચોરીનો બનાવ સંકળાયેલો હોવાનું ખુલતા પોલીસ દ્વારા કલ્યાણપુર તાલુકાના રહીશ એવા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech