રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા. 22 થી 30 એપ્રિલ સુધીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે તા. 20 થી 30 મે સુધીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો તબક્કો પણ શરૂ કરવામાં આવશે. આ દિવસો દરમિયાન બીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, જાહેર સ્થળો,બાંધકામ સાઈટ, જીઆઈડીસી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે. જેમાં ફીવર સર્વેલન્સ સાથે પોરાની ઉત્પત્તી થઈ શકે તેવા સંભવિત જગ્યાઓ પર રોગ અટકાયત કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન જિલ્લામાં મેલેરિયા માટે હાઇરીસ્ક કુલ 4 ગામોની કુલ 3293 જેટલી વસ્તીમાં જંતુનાશક દવા આલ્ફાસાયપર મેથ્રીન 5 ટકા છંટકાવ કામગીરીના બે રાઉન્ડ 8 ઓગષ્ટ સુધીમાં કરવાનું આયોજન છે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભારતને મેલેરિયા મુક્ત બને તે ઉદ્દેશ્યથી કામગીરી ચાલી રહી છે. બદલાયેલા વાતાવરણને પગલે આ વર્ષે આરોગ્ય તંત્ર વાહકજન્ય રોગોને લઈને વધારે ગંભીર છે. જોકે આ વખતે ત્રણ રાઉન્ડમાં કામગીરીનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરીના માર્ગદર્શનમાં જિલ્લા મેલેરીયા અધિકારી ડો. એમ.ડી. જેઠવાની આગેવાનીમાં ખાસ કામગીરી કરાશે. જે અંતર્ગત 20 થી 30 મે સુધી આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરો પોતાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરશે,જેમાં ગામની સરકારી અને ખાનગી સંસ્થાઓ, ગામની દુકાનો, હોટલ સહિતની દુકાનો જેવા સ્થળોને પણ આવરી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech