વિજ તંત્રને પણ ભારે નુકસાન: સદભાગ્ય જાનહાની ટળી: એક તરફનો વાહન વ્યવહાર બંધ થતાં ટ્રાફીક જામના દ્રશ્ય સર્જાયા: ફાયર બ્રિગેડની ટુકડી, ટ્રાફિક શાખાની ટીમ તથા વીજ તંત્રની ટીમોને તાબડતોબ દોડતી કરાવાઈ
જામનગરમાં ડી. કે.વી. કોલેજ રોડ પર સાંજના સમયે એક તોતિંગ વૃક્ષ તેના મૂળ માંથી ઉખડીને માર્ગ પર ધરાસાઈ થયું હતું, જેના કારણે અનેક વાહનો દબાયા હતા. ઉપરાંત વીજ પોલ અને વીજવાયર પણ અસરગ્રસ્ત થયા હતા, અને વિજ પુરવઠો ખોરવાયો હતો. સદભાગ્યે જાન હાની થઈ ન હતી, પરંતુ એક તરફ માર્ગ બંધ થયો હોવાથી વાહન વ્યવહાર અટવાયો હતો.
જામનગરમાં ડી કેવી કોલેજ રોડ પર સાંજના સમયે એક વર્ષો પુરાણું ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડુ પડ્યું હતું, તે ઝાડ ની નીચે પાંચ બાઈક તથા બે કાર સહિતના વાહનો દબાયા હતા. ઉપરાંત બે વીજ પોલ બેવડા વલી ગયા હતા, અને અનેક વિજ વાયરો તૂટ્યા હતા. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.
ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડુ પડ્યું હોવાથી ડિવાઇડર થી એક તરફનો માર્ગ સંપૂર્ણપણે અવરજવર માટે બંધ થયો હતો, તેથી વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી હતી, અને રોડની એક તરફ ટ્રાફિક જામ ના દ્રશ્ય સર્જાયા હતા. આથી ટ્રાફિક શાખાને દોડતી કરવી પડી હતી.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઝાડની ડાળીઓને દૂર કરવા માટેની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે, જ્યારે પટેલ કોલોની સબ ડીવીઝન ની વિજ ટુકડી પણ દોડતી થઇ છે, અને વીજવાયરોને સમારકામ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech