મંદિર-ધર્મસ્થાનોનું સંચાલન ધર્માચાર્ય જ કરી શકે: પૂ.શંકરાચાર્યજી
બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરો: સદાનંદ સરસ્વતીજી મહારાજ
બાલાજી તિપતિના મંદિરમાં પ્રસાદમાં અભદ્ર વસ્તુઓની ભેળસેળ કરવાના મુદે ગઇકાલે દ્વારકાના શારદાપીઠના પીઠાધીશ્ર્વર જગતગુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીએ પોતાની આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બાલાજીના મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ કરનારાઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરો. ધર્મસ્થાનો અને મંદિરોના સંચાલન કરવાનું કામ રાજનૈતિકો, રાજકારણીઓ અને શાસકોનું નથી, મંદિરોનું સંચાલન ધર્માચાર્ય દ્વારા કરવામાં આવે તે યોગ્ય છે.
પૂ.શંકરાચાર્યજીએ તિપતિના પ્રસાદમાં થયેલી ભેળસેળ અંગે ઉંડુ દુ:ખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ બાબતમાં સંચાલકોએ કેમ કંઇ ઘ્યાન રાખ્યું નહીં ? આવો ભેળસેળવાળો પ્રસાદ કેટલા સમયથી વિતરણ કરાતો હતો અને આ પ્રકરણમાં જે કોઇ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ. આપણી ધાર્મિક પરંપરાઓમાં શાસ્ત્રમાં વર્ણન વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા અને અધિકાર વ્યવસ્થા નકકી કરવામાં આવી છે, જેમાં કોણે શું કરવું ? તે અંગે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રસાદ પણ નેવૈદ્ય છે, પવિત્ર યજ્ઞ સમાન છે, પ્રસાદ અને નેવૈદ્યનું નિર્માણ માત્ર ગૌ માતાના શુઘ્ધ ઘીમાંથી જ થવું જોઇએ, આ ઉપરાંત મંદિરોમાં કયાં મંત્ર કયારે બોલવા ? કયા ભગવાન માટે બોલવા ? કેવો પ્રસાદ ધરવો એ તમામ બાબતોનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. નેવૈદ્ય, તુલસીપત્ર અને પ્રસાદ વગેરેના માપદંડોની પણ વ્યવસ્થા પણ દર્શાવવામાં આવી છે.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વધુમાં કહ્યું હતું કે, મંદિરોનું સંચાલન પણ શાસ્ત્ર મુજબ જ થાય, એ માટે કડક વ્યવસ્થા થવી જોઇએ, અસલી ઘી, નકલી ઘી, અસલી દુધ, નકલી દુધ અને અસલી હિન્દુ, નકલી હિન્દુનો મુદો પણ વિચારવો જોઇએ, કોણ અસલી ધર્માચાર્ય છે અને કોણ પુજારી છે તે અંગે પણ જોવું જોઇએ. મંદિરમાં અર્ચના, યજ્ઞ, પ્રસાદ વગેરે તમામ વિધીઓના જાણકાર ધર્માચાર અને પુજારી જ હોવા જોઇએ જેને શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોય, ભારતમાં મંદિરો હિન્દુઓની આસ્થા કેન્દ્રનું પ્રતિક છે ત્યારે આ અંગે પણ લોકોએ વિચારવું જોઇએ અને પ્રસાદમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech