જામનગર-જોડીયામાં પોલીસને પડકાર ફેકતા તસ્કરો-લુંટારૂઓ

  • October 13, 2025 05:30 PM 


જામનગર નજીકની સોસાયટી અને જોડીયાના બે ગામમાં તસ્કરો અને લુંટા‚ઓ ત્રાટકીને લાખોનો મુદામાલ લઇ જતા ભારે દોડધામ મચી જવા પામી છે, પોલીસને પડકાર ફેકતા હોય તેમ નિસાચરો દ્વારા ૩ મહિલાઓ પર હુમલા કરી સોનાની બુટી અને રોકડની લુંટ ચલાવવામાં આવી છે જેમાં જોડીયા પંથકમાં બે દિવસમાં લુંટના બે બનાવ નોંધાયા છે, જયારે જે.જે. જસોદાનાથ સોસાયટીમાં એક પછી એક આઠ મકાનોને નિશાન બનાવવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. 

એલસીબી અને જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે, અને લૂંટારૂ ટોળકી હાથ વેતમાં આવી છે. જેઓએ જીરાગઢમાં પણ આવી એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


જામનગર પોલીસ દ્વારા એક તરફ સઘન પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર-જિલ્લામાં લૂંટ અને ચોરીના બનાવલો સિલસિલો પણ યથાવત ચાલુ રહયો છે. હજુ પરમ દિવસે જ જોડીયા પંથકમાં એક વૃદ્ધા પાસેથી લૂંટના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈ રાત્રે ફરી એક વખત શહેર ની ભાગોળે તસ્કરો અને લૂંટારું ની ગેંગ ત્રાટકી હતી. જામનગરના રણજીત સાગર માર્ગે જે જે જશોદાનાથ સોસાયટીમાં રાત્રે એક મોટરકાર અને બાઈકમાં આવેલા બે  શખ્સોએ આઠેક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. અહીં રહેતા યાજ્ઞિક ભંડેરીએ જણાવ્યા પ્રમાણે ગત રાત્રે પોતાની સોસાયટીના આઠ મકાન માં ગયા હતા અને કબાટમાંથી રોકડ તથા  ઘરેણા વગેરે ની ચોરી કરી લઈ ગયા હતા. આ દરમિયાન એક મકાનમાં ઘરના ફળિયામાં ઊંઘી રહેલા વૃદ્ધા ને કોઈ હથિયાર વડે ડૂમો આપવામાં આવ્યો હતો. અને બેફામ  મારા મારી ને ઇજા કરી ને તેમની પાસે થી રોકડ અને ઘરેણાં ની લૂંટ પણ ચલાવી હતી.

​​​​​​​

આ બનાવની જાણ થતા જ  એએસપી પ્રતિભા અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી  ગયો હતો. અને તપાસ નો ધમધમાટ  શરૂ કર્યો છે. ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શેહેરભર માં ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે.


લૂંટના આ બનાવ અંગે ધોરીવાવ નજીક જે.જે. જસોદાનાથ સોસાયટી-૨ ખાતે રહેતા પ્રફુલભાઈ લખમણભાઇ ભાડજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ રાત્રે પોતાના માતા ઘરમાં ફળિયામાં સુતા હતા ત્યારે કોઈ દરવાજો ખખડાવતા  દરવાજો ખોલ્યો હતો. ત્યારે બે તસ્કરો -  લુંટારૂઓએ પોતાની પાસેના ગન જેવા  હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઈને તેમણે કાન માં પહેરેલા૫૦ હજારની કિંમતના  સોનાના બુટીયાની લૂંટ ચલાવી હતી.


અન્ય બનાવમાં જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના ૮૦ વર્ષના પટેલ વૃદ્ધ મહિલા ગઈકાલે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સુતા હતા, તે દરમિયાન એક સ્ત્રી અને ત્રણ પુરુષ સહિતના ચાર લૂંટારું શખ્સો ફળિયામાં ઘુસી આવ્યા હતા, અને વૃદ્ધ મહિલા નું મોઢું અને ગળું દબાવી તેમના કાનમાંથી સોનાની બુટી કિ. ૪૦ હજાર તથા પાકીટમાં રાખેલ રોકડા ૭ હજાર મળી કુલ ૪૭ હજારની લૂંટ ચલાવીને મુંઢ ઇજા પહોચાડી નાશી ગયા હતા. જસવંતીબેન દ્વારા જોડીયા પોલીસમાં અજાણ્યા સામે ફરીયાદ નોંધાવી હતી. 


દરમ્યાનમાં જાણ થતા જોડીયા ઉપરાંત એલસીબીની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું છે, અને એલ.સી.બી. ની ટીમ તથા જોડિયા પોલીસે કોમ્બિંગ હાથ ધરી લૂંટારૂ ટોળકીને હાથ વેંતમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે. દરમ્યાન જોડીયાના જીરાગઢમાં રહેતા રંભાબેન પરબતભાઇ ચોટલીયા (ઉ.વ.૮૦) નામના પ્રૌઢા ગત તા. ૮ રાત્રીના ઘરમાં સુતા હતા ત્યારે અજાણ્યા સ્ત્રી પુરૂષોએ દરવાજાને પાટુ મારી ખોલી નાખી વૃઘ્ધાને મોઢુ દબાવી હાથ, પગ પકડી રાખી કાનમાં પહેરેલી બે સોનાની બુટી કિ. ૨૪ હજારની લુંટ ચલાવી નાશી ગયા હતા. રંભાબેને એક અજાણી સ્ત્રી અને બે અજાણ્યા પુરૂષ સામે જોડીયા પાોલીસમાં ગઇકાલે ફરીયાદ કરી હતી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application