બીમાર હોવા છતાં પણ સોનું નિગમ લાઈવ પર્ફેાર્મ આપવા સજજ

  • June 17, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનુ નિગમ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. ૫૨  વર્ષીય ગાયકે પોતાની પીડા વ્યકત કરતા કહ્યું, હત્પં ચેતા સંબંધિત પીડાદાયક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છુ. ગાયક સોનુ નિગમ, જેમણે એક પછી એક હિટ ગીતો આપ્યા છે, તે પોતાની પ્રતિબદ્ધતા પ્રતયે પ્રતિબદ્ધ છે. એક અઠવાડિયા સુધી પીડાદાયક બીમારી સામે ઝઝૂમી રહ્યો હોવા છતાં અને તબીબી સારવાર લઈ રહ્યો હોવા છતાં, ગાયકે મુંબઈમાં તેના ચાહકો માટે લાઈવ પર્ફેાર્મન્સ આપવાનું નક્કી કયુ છે.
સોનુ નિગમે તાજેતરમાં જ આ માહિતી તેના ચાહકો સાથે શેર કરી, જેમાં ખુલાસો કર્યેા કે તે એક પીડાદાયક બીમારીથી પીડાઈ રહ્યો છે જે તેને ઘણી તકલીફ આપી રહી છે. સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યેા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નર્વ કમ્પ્રેશનથી પીડાઈ રહ્યા છે અને સમસ્યાનું મૂળ કારણ નક્કી કરવા માટે અનેક તબીબી પરીક્ષણો કરાવી રહ્યા છે. વિડીયોમાં તેમણે કહ્યું, ''મારી નર્વ પર દબાણ આવી રહ્યું છે. હત્પં એક અઠવાડિયાથી એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવી રહ્યો છું, અને હત્પં ઘણી દવાઓ પણ લઈ રહ્યો છું.
વિડીયોમાં, ગાયકે એ પણ ખુલાસો કર્યેા કે તેઓ જે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને સતત તબીબી સહાયની જરૂર છે. સોનુ નિગમે એ પણ ખુલાસો કર્યેા કે તેઓ આ સ્થિતિ માટે ફિઝિયોથેરાપી કરાવી રહ્યા છે, જે ખૂબ જ પડકારજનક છે. તેમણે કહ્યું,''ફિઝિયોથેરાપી ખૂબ પીડાદાયક છે. હત્પં સતત પેઇનકિલર્સ લઈ રહ્યો છું, જેના કારણે મારું ગળું થોડું દુખે છે.'' જો કે, તેમની તબીબી સ્થિતિ હોવા છતાં, ગાયકે તેમના ચાહકોને ખાતરી આપી કે તેમનો કોન્સર્ટ રદ કરવાનો કોઈ ઇરાદો નથી. તેમણે જણાવ્યું કે લાંબા વિરામ પછી તેઓ ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમના ચાહકો પ્રતયેની તેમની પ્રતિબદ્ધતા તોડવા માંગતા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application