કેબિનેટ મંત્રી, સાંસદની ખાસ ઉપસ્થિતિ
તારીખ 5 સપ્ટેમ્બરના રોજ "શિક્ષક દિન" નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજીવન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષે 5 મી સપ્ટેમ્બરના રોજ "શિક્ષક દિન"ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ખંભાળિયામાં નગરપાલિકા ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે "શિક્ષક દિન"ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવશે.
ગુરુવારે સવારે 10 વાગ્યે યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા વિગેરેની ઉપસ્થિતિમાં પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે માટે જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા ગોમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, 2 લોકોની શોધખોળ
May 21, 2025 05:24 PMચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech