જબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી

  • May 01, 2025 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાપાલીકા દ્વારા લોકોને ગળે ન ઉતરે તે રીતની વધુ ભાવવાળી દરખાસ્તો અવાર નવાર લાવવામાં આવે છે ત્યારે આજે સ્ટે. કમિટીની મળેલી મિટીંગમાં ૧૨ નંબરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે, પ્રેઝન્ટેશન અને સંકલન સમિતીની બેઠકમાં ભાજપના કેટલાક સભ્યોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આખરે આજે કોંગ્રેસે પણ વિરોધ જબ્બર વિરોધ નોંધાવી લોકોનું ઘ્યાન દોર્યુ હતું ત્યારે કરોડો રૂપીયાની આ દરખાસ્ત હાલ પેન્ડીંગ રાખવામાં આવી છે.


સ્ટે. કમિટીની એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તમામ ૧૨ સભ્યો હાજર રહયા હતા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની અને ટેક્ષ અધિકારી જીજ્ઞેશ નિર્મલ હાજર રહયા હતા, મિટીંગની શરૂ​​​​​​​આતમાં પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યુ હતું આ મિટીંગ પહેલા ભાજપના સભ્યોમાં પણ દરખાસ્તનું શું થશે તે અંગે ચર્ચા થઇ રહી હતી, આ દરખાસ્ત શા માટે લાવવામાં આવી ? કોનુ દબાણ હતું એ બધી વિગતો તો હવે બહાર આવશે ત્યારે આજની આ દરખાસ્ત પેન્ડીંગ રાખીને કુલ રૂ​​​​​​​. ૪ કરોડ ૫૧ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી.


સમાણા રોડના બ્રીજ નજીક રંગમતી નદી પર બ્રીજ બનાવવા રૂ​​​​​​​. ૨.૨૫ કરોડ ૫૫ હજારની દરખાસ્ત મંજુર કરાઇ હતી જયારે એસજેએમએમએસવીવાયની ગ્રાંટમાથી નેવી મોડા રેલ્વે બ્રીજ પરથી ઉંડ-૧ની જુની પાણીની પાઇપલાઇન સ્ટ્રેન્ધનીંગ કરવા માટે રૂ​​​​​​​. ૧૩.૬.૩૫ લાખની દરખાસ્ત મંજુર કરાઇ હતી. જયારે વોર્ડ નં. ૯,૧૦,૧૧,૧૨માં ૨૨.૦૯ લાખ, વોર્ડ નં. ૫,૬,૭,૮માં ભુગર્ભ ગટર ફરીયાદ નિકાલ કરવા અને સફાઇ કરવા રૂ​​​​​​​. ૧૨.૬૭ લાખ મંજુર કરાયા હતા જયારે ટ્રી ગાર્ડ ખરીદવા રૂ​​​​​​​. ૧૦ લાખ, વોર્ડ નં. ૧,૬,૭,૫,૯,૧૩,૧૪માં વોટર ટેન્કર વડે પાણી પીવડાવવા માટે રૂ​​​​​​​. ૭.૫૦ લાખ તેમજ વોર્ડ નં. ૧૦,૧૧,૧૨,૮,૧૫,૧૬ અને ૨,૩,૪ માટે ગાર્ડનમાં પાણી પીવડાવવા માટે ૭.૫૦ લાખની દરખાસ્ત મંજુર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application