સલાયામાં થયેલ ૭ લાખની ચીલઝડપમાં ચોરાઉ બાઇકનો ઉપયોગ થયાનું ખુલ્યુ

  • November 21, 2025 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયામાં સાત લાખ રોકડ ભરેલા થેલાની ચિલઝડપના બનાવમાં તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહયો છે, દરમ્યાન કાળા કલરના ચોરાઉ બાઇક એક વાડી પાસે ગરેડામાં રેઢું મૂકી ત્યાં પડેલ બીજું બાઇક ચોરી અને નાસી ગયા હોવાના અહેવાલ મળ્યા છે, આ કડીને ધ્યાને લઈ પોલીસ આરોપીને શોધી રહી છે.


સલાયામાં બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાક આસપાસ વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્ફરના ધંધાથી બે ભાઈઓ દુકાન ખોલતા સમયે બાજુમાં મૂકેલ રોકડ રકમ ૭ લાખ ભરેલ થેલો આંચકી જનાર બે ઈસમોની હજી કોઈ ભાળ મળી નથી.જે પૈકી એક આરોપીને ફરિયાદી દ્વારા ઓળખ કરાઈ હતી.


અને ફરિયાદમાં પણ એમનો ઉલેખ કરાયો છે.આ કેસમાં તપાસ અને સઘન ચેકીંગ બાદ ગુરુવારે બપોરે સોડસલા સામે ગરેડામ એક બાઇક બિન વારસું પડેલ હોવાનું પોલીસને જાણ કરાતા પોલીસ ત્યાં તુરંત પહોંચી હતી અને આ કાળા કલરના બાઇક જે બે આરોપીએ લૂંટમાં ઉપયોગ લીધું હતું એ હોવાનું સામે આવ્યું છે.આ બાઇક પણ એ બંને દ્વારા ચોરી કરીને લવાયું હોવાનું ખૂલ્યું છે. આ બાઈકને ત્યાં રેઢું મૂકી અને બાજુની વાડીએ પડેલ અન્ય એક બાઇક જે ચોરાયાની પણ અરજી સલાયા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. એ બાઇક લઈ આ ચોર નાસી ગયાનું લાગી રહ્યું છે. 
​​​​​​​

હાલ આ દિશામાં સલાયા પોલીસ, એસ ઓ જી દ્વારકા, એલસીબી તપાસ કરી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હાલ આ બંને ઇસમો પોલીસના હાથમાં આવ્યા નથી. આ આરોપી પૈકી જે એકની ફરિયાદી દ્વારા ઓળખ થયેલ છે તેના ઉપર ઘણા કેસો પોલીસ ચોપડે નોંધાયેલ છે. આ મોટી રકમની લૂંટ થતા સલાયાવાસીઓ તમામ લોકોમાં એક ગભરાટની લાગણી પ્રસરી છે. હાલ પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે, આ રીઢા ગુન્હેગાર ઇસમોને પકડવા એ પોલીસ માટે પણ પડકાર રૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application