રાણાવાવ ખાતે બાળકો માટેના સમર કેમ્પનો થયો શુભારંભ

  • May 19, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના રાણાવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ થી વધુ બાળકો જોડાયા છે જે ૧૫ દિવસની તાલીમ મેળવશે.
રાણાવાવ કરીમનગર સોસાયટી ખાતે સમર કેમ્પનું આયોજનનું શુભારંભ કરવામાં આવ્યુ હતુ, તેમાં ૧૦૦ થી વધુ બાળકો ૧૫ દિવસ સુધી ભાગ લેશે યોગ દ્વારા ફિઝિકલી મેન્ટલી વિકાસ બાળકનો વિકાસ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સમર કેમ્પનું આયોજન કરેલું છે,રાણાવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા સમર કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું છે અને ૧૫ દિવસ સુધી બાળકો તેનો લાભ મેળવશે તા.૩૦.૫.૨૦૨૫ સુધી બાળકોને લાભ મળશે રાણાવાવના ખોજા સમાજના મુખી સાહેબ, કામળિયા સાહેબ, પ્રેસિડેન્ટ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિતિ હતી બાળકોને યોગ માટે મોટિવેશન કરેલા જિલ્લા કોડીનેટર કેતનભાઇ કોટીયા મુખ્ય સંચાલક નફીસાબેન ઢાલાની સહ સંચાલક પુનમબેન મોનાણી સહ સંચાલક શિલ્પાબેન ઢાલાણી બાળકોમાં રહેલી સુસુપ્ત પડેલી શક્તિઓ ખીલે છે યોગ દ્વારા બાળકો સર્વાંગી શરીરનો વિકાસ થાય છે યોગ કેમ્પમાં બાળકોના સંસ્કાર અને તેની નૈતિકતાના ગુણો ખીલે છે બાળકએ આવતીકાલનું ભવિષ્યનું નિર્માણ કરનાર સમાજ અને દેશ બનાવવા માટે આવી યોગ શિબિર દ્વારા નિયમિતતાના અને સપના સપનોના ગુણો નિર્માણ થાય છે,પૌષ્ટિક આહાર બાળકોને સમર કેમ્પમાં આપવામાં આવે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જેથી અત્યારના સમયમાં ફાસ્ટફુડ બાળકોને વધારે પસંદ હોય છે તો આ સમર કેમ્પની અંદર બાળકોને પૌષ્ટિક ખોરાક ખાવા માટે સંચાલકો દ્વારા સમજાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application