ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સો જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે. રાજ્યના સરેરાશ જળસંગ્રહના આંકડા ભલે રાહત આપનારા હોય, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જોતા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ઉનાળાના અંતિમ તબક્કે પાણીની કિલ્લત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ આ બંને વિસ્તારોમાં જળસ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે.રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ કચ્છ જિલ્લાના જળાશયોમાં નોંધાયો છે. હાલમાં કચ્છમાં માત્ર ૩૬.૯૦ ટકા પાણી ઉપલબ્ધ છે. રણપ્રદેશ અને ભૌગોલિક વિષમતા ધરાવતા આ વિસ્તારમાં બાષ્પીભવનનો દર પણ ઊંચો રહેતો હોવાી આગામી બે મહિના પીવાના પાણીનું વ્યવસપન કરવું વહીવટી તંત્ર માટે પડકારજનક બની રહેશે. જો નર્મદા કેનાલ દ્વારા પૂરતો પુરવઠો જાળવી રાખવામાં નહીં આવે, તો અંતરિયાળ ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની નોબત આવી શકે છે.સૌરાષ્ટ્રની પણ બહુ આશાસ્પદ ની. અહીંના જળાશયોમાં સરેરાશ ૪૪.૦૬ ટકા જળજથ્ો બચ્યો છે. રાજકોટ, જામનગર, અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં હાલમાં નિયમિત પાણી પુરવઠો મળી રહ્યો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે પાણીની અછત વર્તાવવાની શરૂ ઈ ગઈ છે. ગત વર્ષે પાછોતરો વરસાદ સારો હોવા છતાં, ઉનાળાની આકરી ગરમીને કારણે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.
સનિક લોકો હવે વહેલા ચોમાસાની આશા રાખી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું સમયસર બેસવાની શક્યતા છે, પરંતુ જૂન અંત સુધી પાણીનો જથ્ો ટકાવી રાખવો અનિવાર્ય છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદાના નીર પર નિર્ભરતા વધી છે. સનિક જળાશયોમાં પાણી ઘટતા હવે ’સરદાર સરોવર’ જ આ વિસ્તારોની તરસ છિપાવવા માટે મુખ્ય ોત બની રહેશે. - જળસંપત્તિ વિભાગના સૂત્રો આમ, ભલે રાજ્ય સ્તરે ૬૦ ટકા પાણી હોય, પણ સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી ૬૦ દિવસ ’અગ્નિપરીક્ષા’ સમાન સાબિત છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application