મુંબઇથી કાર ચલાવી સન્ની દેઓલ પહોંચ્યા વનતારા: ધ્રોલ-જામનગરમાં કાર ચલાવતા વીડીયો થયા વાયરલ

  • February 11, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ રીલીઝ થયેલી બોર્ડર ૨ ના હિરો સન્ની દેઓલ સેલ્ફ ડ્રાઇવ કાર લઇને મુંબઇથી કચ્છ થઇને જામનગરની ભાગોળે થોડો વિશ્રામ લઇ સાંજે વનતારાના મહેમાન બન્યા બાદ આજે ત્યાંથી પરત મુંબઇ જવા રવાના થાય એવી શકયતાઓ થઇ રહી છે.


 ગઇકાલે કચ્છથી પરત ફરી ધ્રોલની ગલીઓમાં મોંઘીદાટ લકઝરી કાર સેલ્ફ ડ્રાઇવ કરી રહ્યા હતા તેવા વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. ધ્રોલની ઐતિહાસિક ગલીઓમંથી લગભગ બપોરે ૧ વાગ્યે જોવા મળ્યા હતા ત્યારબાદ જામનગરની ઠેબા ચોકડી નજીક એક પેટ્રોલપંપ પર ઉભા રહ્યા હતા તેના પણ સીસી ટીવી કુટેજ સામે આવ્યા હતા.

​​​​​​​ શન્ની દેઓલ ચાહકો સાથે ચર્ચા કરી રહ્યા હતા તેવું પણ જોવા મળ્યું હતું. આજે વનતારામાં મહેમાન બન્યા બાદ મુંબઇ રવાના થશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application