શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આર.કે સુપ્રીમમાં ઓફિસ રાખી લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરનાર ભાગીદારને સુરતના શખસ શેર બજારમાં રોકાણના નામે રૂપિયા 31 લાખ ચાઉં કરી ગયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. આ શખસે આ પ્રકારે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી અંદાજિત દોઢ કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આર.કે. સુપ્રિમમાં ઓફિસ રાખી લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરનાર ભાવેશ ચંદુભાઈ સોલંકી (રહે. સ્કાય હાઈટ્સ, ગોવર્ધન ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ) અને ધવલ રમેશભાઈ અમરેલીયા (રહે. બ્લોક નંબર 29, કૃષ્ણ પાર્ક શેરી નંબર 10, 150 ફૂટ રીંગ રોડ મવડી પ્લોટ) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અરજીમાં દિવ્યેશ કાંતિલાલ ત્રાડા (રહે. ફ્લેટ એ 301, શાલીગ્રામ ફલોરા, પાસોદરા, સુરત) સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023 માં દિવ્ય ત્રાડા અમારા સંપર્કમાં આવ્યા હતા અને અમને લોનનો કેસ આપ્યો હતો. બાદમાં સંપર્ક વધતાં આ શખસે પોતાની ઓળખ સી.એ. તરીકે આપી હતી અને પોતે શેર માર્કેટનો પોર્ટફોલિયો બહુ જ મોટો મેનેજ કરે છે તેવું કહી શેર માર્કેટમાં રોકાણ કરવાના ફાયદા સમજાવ્યા હતાં. પરંતુ અરજદારને શેર બજારમાં રોકાણ કરવાની ઈચ્છા ન હોય ના પાડી હતી. વર્ષ 2024માં અરજદાર ભાગીદારોએ આર.કે. સુપ્રીમ બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખી હતી આ દરમિયાન દિવ્યશે પણ સુરતથી અહીં વારેવારે મુલાકાતે આવી અહીં ઓફિસ કરવી છે તેમ કહી ઓફિસ અપાવવાનું કહેતા તેને પણ અહીં આર.કે. સુપ્રીમમાં ઓફિસ અપાવી હતી અને તે સુરત તથા રાજકોટની ઓફિસે આંટાફેરા કરતો હતો ઓફિસમાં તેના ભાગીદાર તરીકે તેના મામાનો દીકરો તથા બીજા સગા બેસતા હતા. ડિસેમ્બર 2024 માં તેણે અચાનક ઓફિસ બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે, હું બધે પહોંચી શકતો નથી મુંબઈ કામ વધુ રહે છે એટલે રાજકોટ ઓફિસ બંધ કરી છે.
વર્ષ 2024 માં ફરિયાદીની નવી ઓફીસનું ફર્નિચર કામ ચાલુ હતું તે સમયે દિવ્યેશ ત્રાડાએ ફરી શેર બજારમાં રોકાણ કરવાનું કહી શેર માર્કેટમાં માનસિક 7 ટકાના નફામાં ભાગ આપવાની લાલચ આપતા બંને ભાગીદારોએ રૂ.31 લાખ અલગ અલગ ખાતામાંથી શેર માર્કેટમાં રોકાણ કર્યા હતા. ત્યારબાદ દિવ્યેશે નવેમ્બર 2024 માં નફો આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગતા રોકાણ કરી રકમ પરત માંગતા જાન્યુઆરી 2025 ની મુદત આપી હતી. ફેબ્રુઆરી 2025 માં એક હિસાબની ચિઠ્ઠી વોટસએપમાં મોકલી હતી. તા. 5/4/2025 ના બધું પેમેન્ટ એકસાથે કરી આપવાનું વચન આપ્યું હતું. ધવલભાઇ અમરેલીયા સુરતમાં દિવ્યેશને મળતા તેણે એવી ધમકી આપી હતી કે જો પૈસા માંગશો કે ઉતાવળ કરશો તો હું આત્મહત્યાની ખોટી કોશિશ કરી હોસ્પિટલમાં દાખલ થઈ તમારા બધાના નામ લખાવી દઈશ. મારે સુરત પોલીસમાં બહુ સારા સંબંધો છે તા. 1/5/2024 ના જ ચેક નાખીને પૈસા લઈ લેજો જેથી તેની ધમકીથી ડરી તા. 1/5 ના ચેક વટાવવા માટે બેંકમાં નાખતા સ્ટોપ પેમેન્ટના કારણે ચેક પરત ફર્યો હતો.
દિવ્યેશ ત્રાડાના જુના ભાગીદાર સંદીપ કાનાણીનો અઠવાડિયા પહેલા ફોન આવ્યો હતો કે, દિવ્યેશ ઘર અને ઓફિસ મૂકીને ભાગી ગયો છે અને પોલીસ ફરિયાદ થશે તો તમે બધા ફીટ થઈ જશો. કુલ 10- 12 વ્યક્તિઓ દિવ્યેશભાઈ પાસે પૈસા માંગે છે અને અંદાજે 1.5 કરોડ જેવું ફૂલેકું દિવ્યેશે ફેરવ્યું છે. બાદમાં અરજદારને માલુમ પડ્યું હતું કે, દિવ્યેશ ફૂલેકું ફેરવવામાં માહિર છે અને દર વખત આ પ્રકારે ફૂલેકું ફેરવી લોકોને પોલીસની ધમકી આપી પૈસા આપતો નથી. જેથી તેમણે તેમની સાથે થયેલી રૂપિયા 31 લાખની આ છેતરપિંડી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરતા આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech