ખંભાળીયામાં સીરીયાનો શખ્સ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ

  • November 18, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એક સિરિયાના શખસને સકંજામાં લીધો છે. જયારે પોલીસે એક સ્થાનિક શખસને પણ ડિટેઈન કરીને વિદેશી શખસની સઘન પુછપરછ હાથ ધરી છે અને રોકાણ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, પ્રાથમિક તપાસમાં વિઝાની મુદત પુર્ણ થયા બાદ પણ શખ્સએ રોકાણ કર્યુ હતું. હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન ચલાવવામાં આવી રહયું છે.


સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે ખંભાળિયામાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને બેઠક રોડ પર એક સોસાયટીમાં વેળા પોલીસે સિરિયાના શખસને સકંજામાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં વિદેશી નાગરીકની વિઝાની  મુદત પુર્ણ થઈ હોવા છતા પણ ભારતમાં રોકાયો હોવાનુ સામે આવ્યુ હતુ.


આથી પોલીસે સિરિયાના શખસ ઉપરાંત તેને આશ્રય આપનાર સ્થાનિક સહિત બેને પોલીસે ડિટેઇન કર્યા છે.જે બંનેને સ્થાનિક કચેરી ખાતે ખસેડવા હતા જ્યાં ક્રાઈમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ ઉપરાંત સેન્ટ્રલ-સ્ટેટ આઇબીની ટીમો સહિતની એજન્સીઓ દ્વારા સઘન પુછપરછ સાથે તલસ્પર્શી તપાસનો દૌર હાથ ધરાયો છે. જે તપાસના અંતે ચોંકાવનારા ખુલાસા થાય તેવા નિર્દશો પણ સુત્રોમાંથી સાંપડી રહથા છે. બીજી બાજુ પોલીસને ખંભાળિયામાં વિદેશી નાગરીક વિઝા પુર્ણ થયા બાદ અનઅધિકૃત વસવાટ કરતા મળી આવ્યાના ઉક્ત બનાવના પગલે દેવભૂમિ સહિત હાલારભરમાં ભારે ચકચાર જાગી છે.
​​​​​​​

દેવભૂમિ પોલીસે સિરિયાના નાગરીકના વિઝાની મુદત પુર્ણ થયા બાદ પણ ગેરકાયદેસર વસવાટ કરતા પકડી પાડયો હતો. જે વિઝા પુર્ણ થવા છતા ભારતમાં રોકાયો હોવાનુ સામે આવતા તેના રોકાણ પાછળનુ શુ કારણ, કોના સંપર્કમાં હતો ? સ્થાનિક કનેક્શન સહિતની તમામ બાબતોનો તાગ મેળવવા માટે પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા સધન પુછપરછ સાથે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application